ભુજ, તા. 8 : મુંદરા પોલીસ મથકે નોંધાયેલા
છેતરાપિંડીના ગુનાનો નાસતો-ફરતો આરોપી હર્ષદકુમાર વસંતભાઈ ચૌહાણ (રહે. બારોઈ રોડ, મુંદરા)ને બાતમીના આધારે અમદાવાદના બાપુનગરમાંથી
પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્કવોડે ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં સ્કવોડના પીએસઆઈ
એમ. એલ. વાઘેલા, એ.એસ.આઈ. પુંજાભાઈ ચાડ, હે.કો. ભૂપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઈવર
- હે.કો. સુરેશભાઈ ચૌધરી જોડાયા હતા.