• મંગળવાર, 30 જૂન, 2026

કચ્છની ટ્રેનોમાં દિવ્યાંગજનો માટેના કોચનું સ્થાન બદલવાની માંગ

મુંબઇ, તા. 29 : મુંબઇ-કચ્છ વચ્ચે દોડતી ટ્રેનોમાં દિવ્યાંગજનો માટે અડધો સ્લીપર કોચ જોડવામાં આવે છે જેનું સ્થાન યોગ્ય ન હોવાથી દિવ્યાંગ ભાઇ-બહેનોને તકલીફ ભોગવવી પડે છે એમ કચ્છ પેસેન્જર એસોસિયેશને જણાવ્યું હતું. આ માહિતી આપતાં એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ કાંતિભાઇ સંગોઇએ જણાવ્યું હતું કે, કચ્છની ટ્રેનોમાં દિવ્યાંગજનો માટેનો અડધો સ્લીપર કોચ એન્જિનની જોડે લગાડવામાં આવે છે. એન્જિનના અવાજથી દિવ્યાંગો માનસિક રીતે અસ્વસ્થ થાય છે. વળી નાસ્તો-ચા વેચતા ફેરિયા આ ડબ્બામાં આવતા નથી. કાંતિભાઇએ જણાવ્યું કે, દિવ્યાંગો માટેનો ડબો વચ્ચમાં જોડવો જોઇએ. આ બાબત ઝેડઆરયુસીસીની 2018થી 2020 દરમ્યાન મળેલી બેઠકોમાં રજૂઆતો કરી છે, પણ અમલ થયો નથી. તેમણે જણાવ્યું કે, નવા એલએચબી કોચ આવ્યા છે, તેમાં `હેન્ડીકેપ' માટે ડબામાં પ્રવેશવા ખાસ સીડી મૂકવામાં આવી છે. તેનાથી વ્હીલચેર સીધી જ અંદર લઇ જઇ શકાય છે. સીડી ઊંચી-નીચી થઇ શકે છે. તાજેતરમાં લોકદરબાર યોજાયો હતો, તેમાં કેટલીક બહેનો અને ભાઇઓએ દિવ્યાંગજનો માટે ખાસ માગણીઓ કરી છે.

Panchang

dd