• મંગળવાર, 30 જૂન, 2026

ભારતીય સમુદાયને મળી મોદી રવાના

વિક્ટોરિયા, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રણ દિવસીય સેશલ્સ પ્રવાસના છેલ્લા દિવસે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. વડાપ્રધાને અરુલમિહુ નવશક્તિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશનાં દર્શન કરીને પૂજા - અર્ચના પણ કર્યાં હતાં. મોદીએ વિક્ટોરિયાના પીસ પાર્કમાં ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. વિવિધ કરારો, મુલાકાતોથી ભરપૂર રહેલા સેશલ્સ પ્રવાસને આટોપીને વડાપ્રધાન આજે દિલ્હી આવવા રવાના થઈ ગયા હતા. મોદી રવિવારે સેશલ્સના સ્વતંત્રતા દિવસમાં સામેલ થયેલા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. ભારત અને સેશલ્સ વચ્ચે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સહિતનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં કુલ 19 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ખાસ તો વડાપ્રધાન મોદીએ સંદેશ આપ્યો હતો કે, ભારત અને સેશલ્સ હિન્દ મહાસાગરને અવસરોનો મહાસાગર બનાવવાની દિશામાં કામ કરશે.

Panchang

dd