ગાંધીધામ, તા. 29 : પૂર્વ કચ્છમાં પોલીસે
વરસામેડીમાં તથા આડેસર નજીક દારૂ અંગેની બે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન
કુલ્લ રૂા. 1,56,127ના અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા
હતા. જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. અંજારની સ્થાનીક પોલીસ વરસામેડી બાજુ હતી દરમ્યાન
યુનુસ રાઠોડ નામનો શખ્સ કારમાં દારૂ ભરી એરપોર્ટ રોડ ઓમનગર તરફથી વરસામેડી ક્રિકેટ
મેદાનવાળા રસ્તે આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે મેદાન પાસે વોચ ગોઠવી
હતી. દરમ્યાન આ બાતમીવાળી કાર આવતા તેને રોકાવી પાછળની સીટમાં તપાસ કરાતા દારૂ નીકળી
પડયો હતો. પોલીસે ઇદગોર ઝુંપડપટ્ટીમાં રહેતા યુનુસ ઉર્ફે અપ્પુ અબ્દુલ રાઠોડ તથા સાથે
બેઠેલા ભગીરથસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા (રહે. વરસામેડી દિવ્યા-બેસોસાયટી)ને ઝડપી પાડયા
હતા. આ કારમાંથી સ્ટાર ગોલ્ડનાં 768, ર્પી સ્પકેશ્યલનાં
192 તથા ગ્રાન્ડ પાર્ટીનાં 46 એમ કુલ્લ 1006 કવાર્ટરીયા
કિંમત રૂા. 1,31,7002નો દારૂ જપ્ત
કરાયો હતો. પકડાયેલો યુનુસ નામનો શખ્સ આદિપુરના કિશન શામજી મહેશ્વરીના કહેવાથી દારૂ
ભરી પકડાયેલા ભગીરથસિંહને ત્યાં પહોંચાડવા જઇ રહ્યો હતો. હાથમાં ન આવેલા કિશનની ધરપકડ
કરવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બીજી કાર્યવાહી આડેસર નજીક ડોંગવાળા તળાવ
પાસે પાબુ દાદાના મંદિર તરફ જતા માર્ગની ઝાડીઓમાં કરવામાં આવી હતી. અહીં કાર નંબર જી.જે.
39 સી.બી. 3250માંથી
દારૂ મળી આવ્યો હતો. દરમ્યાન સચિન માદેવા આહીર (રહે. રામવાવ) તથા મહેશ માનસંગ કોળી
(રહે. વણોઇવાંઢ)ની પોલીસે અટક કરી હતી આ બંને શખ્સો પાસેથી રૂા. 24,425નો દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ સાંતલપુર નજીક રોડ
પરથી ભરીલાવી રામવાવના ચનુભા દેશરજી જાડેજાને આપવાનો હતો.