• મંગળવાર, 30 જૂન, 2026

વૈભવે પણ બાકી ખેલાડીઓની જેમ તકની રાહ જોવી પડે...

બેલફાસ્ટ તા.29: આયરલેન્ડ સામેની શ્રેણી હાર બાદ 1પ વર્ષીય પ્રતિભાશાળી બેટધર વૈભવ સૂર્યવંશી વિશે ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડેશકાટેએ કહ્યું છે કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ માટે બાકી ખેલાડીઓની જેમ નિર્ધારિત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આપે સમયનો ઈંતઝાર કરવો પડશે. આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીની હાર બાદની પત્રકાર પરિષદમાં રેયાનને વૈભવના ડેબ્યૂ વિશે સવાલ થયો હતો. જેના પર રેયાને ઉપરોકત બયાન આપ્યું હતું. આ ઉપરાંત એમ જણાવ્યું કે આપ સેમસન જેવા ખેલાડીને નજરઅંદાજ ન કરી શકો. જેણે ત્રણ મહિના પહેલા ભારતની વિશ્વ કપ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આઇપીએલ પણ તેના માટે સારૂં રહ્યું હતું. અમે ખેલાડીઓને ટીમમાં લાંબા મોકા આપીએ છીએ. આયરલેન્ડ સામેની હાર પર કોચ રેયાને કહ્યું અમારા બેટર્સ પરિસ્થિતિ અનુસાર સેટ થઇ શકયા નહીં. આ હારથી અમે બધા હેરાન છીએ. અમારે આક્રમક અભિગમ સાથે સારા વિકલ્પ શોધવા પડશે.

Panchang

dd