• મંગળવાર, 30 જૂન, 2026

પાસપોર્ટ ગુમના મામલે ગ્રાહક કમિશનનો ટ્રાવેલ કંપનીને 1.30 લાખનાં વળતરનો આદેશ

ભુજ, તા. 29 : વિદેશ પ્રવાસને લઈને ટ્રાવેલ કંપનીની બેદરકારીથી પાસપોર્ટ ગુમાવવાના મામલે ભુજના તબીબની તરફેણમાં જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે. ગ્રાહક કમિશને કોક્ષ એન્ડ કિંગ્સ ગ્લોબલ સર્વિસ પ્રા.લિ.ની સેવામાં ખામી ઠરાવી ડો. સચિન ઠક્કરને થાઈલેન્ડ અને અમેરિકાના નવા વિઝા તેમજ રદ થયેલી વિદેશયાત્રાના ખર્ચ પેટે કુલ રૂા. 1.30 લાખ વળતર નવ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. કમિશને નોંધ્યું હતું કે, પાસપોર્ટ ટ્રાવેલ કંપનીના કબજામાં હતો ત્યારે તેની બેદરકારીથી ગુમ થયો હતો. કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમકુમાર વાલજીભાઈ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.

Panchang

dd