• સોમવાર, 22 જૂન, 2026

હેનરીની કાતિલ બોલિંગથી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે કિવીનો 253 રને વિજય

ઓવલ, તા. 21 : ઝડપી બોલર મેટ હેનરી (11 વિકેટ)ની કાતિલ બોલિંગથી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડનો 23 રને સંગીન વિજય થયો છે. આથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પ્લેયર ઓફ ધ મેચ મેટ હેનરીએ પહેલી ઇનિંગ્સમાં પાંચ અને બીજા દાવમાં 29  રનમાં છ વિકેટ ઝડપી હતી. નિર્ણાયક ત્રીજી ટેસ્ટ 2પ જૂનથી રમાશે. 463 રનના કઠિન વિજય લક્ષ્યાંક સામે આજે મેચના અંતિમ દિવસે લંચ પહેલાં જ ઇંગ્લેન્ડનો બીજો દાવ પ8.1 ઓવરમાં 209 રને સમાપ્ત થયો હતો. ઇન્ચાર્જ કેપ્ટન જો રૂટે સર્વાધિક 77 રન કર્યા હતા. રૂટે 14,000 રન પૂરા કરવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી અને આ આંકડે પહોંચનારા મહાન સચિન તેંડુલકર (1921) પછીનો ફક્ત બીજો બેટર બન્યો હતો. હેરી બ્રુક ઝડપી પ8 રન કરી આઉટ થયો હતો. કિવિઝ તરફથી હેનરીની છ વિકેટ ઉપરાંત જેમિસનને 61 રનમાં ત્રણ વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડના પહેલા દાવમાં 391 અને બીજા દાવમાં 362 રન થયા હતા. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 291 રન થયા હતા. આથી ન્યૂઝીલેન્ડને 100 રનની સરસાઈ મળી હતી. 

Panchang

dd