ગાંધીધામ, તા. 21 : તાજેતરમાં સામખિયાળીની મુલાકાતે
આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે ગાંધીધામ
ચેમ્બર દ્વારા બેઠક યોજી કચ્છમાં ઉદ્યોગો, વેપાર અને મુસાફરોની વધતી જરૂરિયાત અનુરૂપ રેલવે સેવાનું વિસ્તરણ કરવાની રજૂઆત
કરાઈ હતી. સામખિયાળી રેલવે સ્ટેશન ખાતે જનરલ
મેનેજર રામાશ્રેય પાંડે સાથેની બેઠકમાં ડીઆરયુસીસી પ્રતિનિધિ અને ગાંધીધામ ચેમ્બરના સભ્ય રાકેશકુમાર જૈન દ્વારા
વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે
ભુજ-અમદાવાદ નમો ભારત ટ્રેનની સેવાઓને બંને દિશામાં દોડાવવા, ચીરઈ શેડ,
સાઈડિંગમાં સુવિધાઓ વધારવા, લોડિંગ અનલોડિંગ વ્યવસ્થાને
વધુ કાર્યક્ષમ બનાવવા અને માલ વાહન અને મુસાફર
સેવાઓને વધુ મજબૂત બનાવવા સહિતના મુદ્દે વિસ્તૃતમાં
રજૂઆત કરવામાં આવી હતી. જનલર મેનેજર રામાશ્રેય
પાંડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે
મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મંત્રાલય દ્વારા મુસાફરો અને માલવાહન સુવિધાઓને વધુ કાર્યક્ષમ
બનાવવા પ્રયાસ કરાતા હોવાનું કહ્યું હતું. તેમણે આવનારા સમયમાં મુસાફરોને વેઈટિંગ ટિકિટની
સમસ્યા ન રહે અને માલગાડીઓના સંચાલનમાં કોઈ
અડચણ ન રહે તે માટે તેમજ કચ્છમાં રેલવે સુવિધાઓ વધારવા માટે રેલવે પ્રશાસન પ્રતિદ્ધ
હોવાનું કહ્યું હતું તેમજ નમો ભારત રેપીડ રેલ બન્ને દિશામાં દોડાવવા અંગે પણ તેમણે ખાતરી આપી હતી. ગાંધીધામ
ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ અધિકારીઓના
સકારાત્મક વલણની કચ્છમાં વેપાર , ઉદ્યોગ અને જનસુવિધાઓ
માટે લાભદાયી રહેશે તેવું જણાવ્યું
હતું. આ બેઠક દરમ્યાન ડીઆરએમ વેદપ્રકાશ,
એઆરએમ આશિષ ધાનિયા ઉપસ્થિત રહ્યા
હતા.