• સોમવાર, 22 જૂન, 2026

ફાઈનલમાં વૈભવી વિજય ભારત `એ' ચેમ્પિયન

દામ્બુલા, તા. 21 : પ્લેયર ઓફ ધ મેચ વન્ડર બોય વૈભવ સૂર્યવંશીના 29 દડામાં વિસ્ફોટક 94 રન બાદ બોલરોના સહિયારા પુરુષાર્થથી ફાઇનલમાં શ્રીલંકા એ ટીમને 66 રને હાર આપીને ઇન્ડિયા એ ટીમ ત્રિકોણીય વન ડે શ્રેણીમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ભારતના 9 વિકેટે 377 રનના જવાબમાં શ્રીલંકા ટીમ 47.1 ઓવરમાં 311 રને ઓલઆઉટ થઈ હતી. યશ ઠાકુર અને વિપ્રજ નિગમે 3-3 વિકેટ લીધી હતી. ભારત તરફથી વૈભવે ફક્ત 29 દડામાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાથી વિક્રમી 94 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય પ્રિયાંશ આર્યના 39, ઋતુરાજ ગાયકવાડના 40, કપ્તાન તિલક વર્માના 67, કુમાર કુશાગ્રના 36 અને અનુકુલ રોયના 39 રન મુખ્ય હતા. 378 રનના કઠિન વિજય લક્ષ્ય સામે શ્રીલંકા તરફથી  વજુના સહને 62 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. સદીરા વિક્રમાસિંઘે પ2, કપ્તાન સહાન અરાછિગેએ 38 અને વિજયકાંતે 39 રન કર્યા હતા.  

Panchang

dd