• સોમવાર, 22 જૂન, 2026

નેશંસ કપમાં ઈતિહાસ રચી ભારતીય મહિલા હોકી ટીમ વિજેતા

ઓકલેન્ડ, તા. 21 : ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચીને એફઆઇએચ હોકી વિમેંસ નેશંસ કપનો ખિતાબ જીત્યો છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યજમાન દેશ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતીય મહિલા ટીમનો 2-0 ગોલથી યાદગાર વિજય થયો હતો. ભારત તરફથી પહેલો ગોલ મેચની ચોથી મિનિટે નવનીત કૌરે પેનલ્ટી કોર્નરની મદદથી કર્યો હતો. આ પછી 1પમી મિનિટે સુનીલિતા ટોપ્પોએ શાનદાર ફિલ્ડ ગોલ કરી ભારતને 2-0થી આગળ કર્યું હતું. જે સરસાઇ અંત સુધી જળવાય રહી હતી. આથી ભારતીય મહિલા હોકી ટીમનો 2-0થી વિજય થયો હતો અને નેશંસ કપમાં ચેમ્પિયન બની હતી.  હોકી ઈન્ડિયાએ ભારતીય મહિલા ટીમની દરેક ખેલાડીને 3-3 લાખનું અને સપોર્ટ સ્ટાફને દોઢ-દોઢ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. 

Panchang

dd