• સોમવાર, 22 જૂન, 2026

રહેણાક વિસ્તારમાં વ્યવસાયિક બાંધકામ સામે આક્રોશ

માંડવી, તા. 21 : આ બંદરિય શહેરમાં રહેઠાણ વિસ્તારોમાં ધંધાકીય બાંધકામો સાથે વડ ફળિયાના રહેવાસીઓએ આકરા પાણીએ થઇ પ્રદર્શન વડે તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઇને અગાઉ વિરોધ કરાયો હોવા છતાં પણ હકારાત્મક પરિણામો નહીં આવ્યા હોવાની નારાજગી વ્યક્ત કરી હતી. ધરતીકંપ પછી રાજ્ય સરકારના તંત્રે બાંધકામ સંબંધી કડક નિયમો, પ્રાવધાનો સાથે નવા બાંધકામને લગતી મંજૂરીઓ અનિવાર્ય બનાવી છે. કચ્છમાં અન્ય શહેરોમાં સત્તામંડળ છે જ્યારે માંડવીમાં `માડા' ના અપાયું. જો કે હવે તે પછીથી મુંદરા અને નખત્રાણાના અર્બન વિસ્તારમાં નગરસેવા સદનો મંજૂર થતાં માંડવી ઉપરાંત મુંદરા અને નખત્રાણા શહેરી વિસ્તારમાં `અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી' નથી. આ પરિસ્થિતિમાં શહેરી બાંધકામ, બાંધકામ માટેની નવી મંજૂરીઓ ઓથોરિટી નહીં હોવાથી જે-તે વિસ્તારની નગરપાલિકાઓફમાં સ્થાનિક પાલિકા તંત્રમાં બાંધકામ વિભાગોના ફાઇલોનું નિરાકરણ લવાતી હોવાનું જાણવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં મારે તેની તલવાર અને બળુકાના બે ભાગ જેવો તાલ હોવાની વાત સંભળાય છે. આ બંદરિય શહેરમાં ધીગતા કેન્દ્રબિંદુ સમા વિસ્તારમાં `વડ ફળિયા'ના દોઢ-બે ડઝન રહેવાસીઓ રહેઠાણ વિસ્તારમાં ધોરી ધરાર ધંધાકીય બાંધકામ સ્થળોની પરવાનગી આપવા સામે રોષ સાથે પ્રદર્શન કર્યું હતું. ગેરકાયદેસર બાંધકામો અને દબાણોથી શહેરને બચાવવા સહિતના કાર્ડ-બેનરો દ્વારા માગણીને ત્વરિત દાદ આપવા બળાપો ઠલવાયો હતો. 

Panchang

dd