• સોમવાર, 22 જૂન, 2026

કોહલી, બુમરાહ અને અક્ષરની વનડેમાં વાપસી

મુંબઈ, તા. 21 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની આગામી 3 મેચની વન ડે શ્રેણીની ભારતીય ટીમમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલની વાપસી થઈ છે. કોહલીની પસંદગી ફિટનેસના આધારે થઈ છે. તે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી જ ટીમનો હિસ્સો બની શકશે. અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી.  ટીમ પસંદગીનો નોંધપાત્ર વાત એ છે કે શનિવારે અફઘાનિસ્તાન સામે ચેન્નાઈ વન ડેમાં સદી કરનાર યુવા ડાબોડી બેટધર યશસ્વી જયસ્વાલને પડતો મુકાયો છે! પ્રિંસ યાદવ અને હર્ષ દૂબે પણ બહાર થયા છે. જો કે ગુરનુર બ્રાર ટીમમાં જળવાય રહ્યો છે. મોહમ્મદ સિરાજને વધુ વિશ્રામ અપાયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થશે. બીજો મેચ 16મી અને ત્રીજો વન ડે મેચ 19 જુલાઈએ રમાશે. બીસીસીઆઇએ જણાવ્યું છે કે ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણની ભારતીય ટીમમાં અનફિટ વરુણ ચક્રવર્તીનાં સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે. ભારતની વન ડે ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કે એલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશકુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ અને ગુરનુર બ્રાર. 

Panchang

dd