• સોમવાર, 22 જૂન, 2026

ફરજિયાત ટેટ મુદ્દે શિક્ષકો આકરા પાણીએ

ભુજ, તા. 21: શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં ભુજ ખાતે 700 થી વધારે પ્રા. શિક્ષકોએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભુજના બહુમાળી ભવન પાસે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાભરમાંથી 700 થી વધારે શિક્ષકો ઉમટી પડ્યા હતા.ધરણા કાર્યક્રમ બાદ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનાસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરાસિંહ જાડેજા, જિલ્લાસંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા,ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, જટુભા રાઠોડ સહિતના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાને આવેદનપત્ર આપ્યું હતું. સંઘના આગેવાનોના જણાવ્યા અનુસાર વર્ષ 2010 પહેલાના એટલે કે ટેટ-1 અમલીકરણ પહેલાં ભરતી થયેલા શિક્ષકો પર ખોટી રીતે આ પરીક્ષા થોપી દેવામાં આવી છે જેના વિરોધમાં અને આ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે લડત શરૂ કરવામાં આવી છે. અગાઉ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેની સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રિવ્યૂ પીટીશન દાખલ કરવામાં આવી હતી.કચ્છ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ સાંસદ તથા ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 થી 29 જુલાઈ દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં સરકારનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે હોવાનું જણાવ્યું હતું. ભુજ ખાતે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં રાજ્ય જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘના અગ્રણીઓ વિલાસબા જાડેજા, મનહરાસિંહ ઝાલા, કિશોરાસિંહ જાડેજા, ભૂપતાસિંહ સોઢા, નરેન્દ્રાસિંહ જાડેજા, નિર્મલાસિંહ જાડેજા, શામજી આહિર, હર્ષદ પંચાલ, મેહુલ જોશી, શોભના વ્યાસ સહિતના આગેવાનો ઉપરાંત વિશાળ સંખ્યામાં જિલ્લાભરમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા અને ભુજ તાલુકા સંગઠનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.  

Panchang

dd