મિરપુર, તા. 11 : વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ બાંગલાદેશનો પહેલીવાર દ્વિપક્ષી વન ડે શ્રેણીમાં વિજય થયો છે. આજે રમાયેલી
વરસાદગ્રસ્ત બીજી વન ડે મેચમાં બાંગલાદેશની ડી/એલ સિસ્ટમથી પ વિકેટે જીત થઇ હતી. 42-42 ઓવરના મેચમાં ઓસ્ટ્રેલિયાના
8 વિકેટે 187 રન થયા હતા. ઓસ્ટ્રેલિયાએ શૂન્યમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શૂન્ય રનમાં 3 વિકેટ ગુમાવનાર તે વન ડેમાં ચોથી ટીમ બની
હતી. પ્રારંભના ધબડકા પછી કપ્તાન ઈંગ્લીસે 34 અને લાબુશેને પપ રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી તસકીન-મુસ્તાફિઝુરે
3-3 વિકેટ લીધી હતી. બાંગલાદેશને
41 ઓવરમાં 192 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો
હતો. જે તેણે 3પ ઓવરમાં પ વિકેટે હાંસલ કરી લીધો હતો.
સૌમ્ય સરકારે અને નઝમુલ શાંતોએ 42-42 રન અને તૌહિન
હ્યદયે અણનમ 40 રન કર્યાં હતા.