• શુક્રવાર, 12 જૂન, 2026

ઈરાન માટે કયામતની રાત : ટ્રમ્પની ધમકી

નવી દિલ્હી, તા. 11 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ આક્રમક અને ખુલ્લી ધમકી આપતા ઈરાનને નેસ્તનાબૂદ કરી દેવા કહ્યું છે. આ સાથે ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર સાફ કહ્યું હતું કે આજની રાત ઈરાન માટે કયામતની રાત સાબિત થવાની છે કારણ કે અમેરિકી સેના રાતે ઈરાન ઉપર સૌથી ભીષણ, વિનાશકારી અને તાબડતોડ હુમલા કરવાની છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ ઉપર પોસ્ટમાં તમામ કૂટનીતિક મર્યાદાઓ તોડીને આક્રમક ધમકી આપી હતી. આ ચેતવણીએ પૂરા ખાડી વિસ્તારને બારૂદના ઢેર નજીક લાવી દીધો છે. આ ઉપરાંત ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ઈચ્છા સ્પષ્ટ કરી દીધી હતી અને વેનેઝુએલા સાથે જેમ કર્યું તેમ ખાર્ગ દ્વીપ સહિત મીડલ ઈસ્ટ દેશના તેલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બજારને પોતાનાં નિયંત્રણમાં લેવામાં આવશે તેમ કહ્યું હતું.  ગુરુવારે સવારે અમેરિકાએ ઈરાન ઉપર નવેસરથી હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઈરાને બહરીન, કુવૈત અને જોર્ડનને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ સાથે ભાર મૂકીને કહી દીધું છે કે હોર્મુઝ ઉપર પકડ બનાવી રાખશે. ઈરાને બહેરીનમાં અમેરિકી નૌકાદળના પાંચમાં બેડાના મથકને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. તેણે બહેરીન, કુવૈત, જોર્ડનમાં અમેરિકાના 18 મથકને નિશાન બનાવ્યા હતા. અમેરિકી હુમલાનો જવાબ આપતા ઈરાની સેના આઇઆરજીસીએ દાવો કર્યો હતો કે અમેરિકી યુદ્ધ વિમાનોની તૈનાતીની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. આ ઉપરાંત હોર્મુઝને તમામ પ્રકારનાં જહાજો માટે ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે. 

Panchang

dd