• સોમવાર, 01 જૂન, 2026

ગામડાંમાં રમતો દ્વારા કોમી એખલાસ જળવાય છે

નિરોણા (પાવરપટ્ટી), તા.31 : ગામડાંમાં યોજાતી રમતગમત હરીફાઇ દ્વારા કોમી એકતા જળવાય છે, તેવું પાવરપટ્ટીના નિરોણા ખાતે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્ઘાટન કરતા બિબ્બર રવિભાણ આશ્રમના મહંત જગજીવનદાસજી મહારાજે જણાવ્યું હતું. વધુમાં તેમણે ગ્રામીણ સંસ્કૃતિની જૂની રમતો પણ ભૂલાવી જોઇએ નહીં તેવી ટકોર પણ કરી હતી. આ પ્રસંગે નિરોણા હરિહર સંપ્રદાયના મહંત ભરતદાસજી મહારાજ, ફૂલપીરદાદા સેવક હાસમશા સાંઇબાવા ઉપસ્થિત રહ્યા હતા. નિરોણા સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં વ્યવસ્થા રાજેન્દ્રસિંહ સોઢા, વિક્રમ આહીર, ગણપતસિંહ સોઢા, ઇસ્માઇલ પાળા, હીરજી આહીર, ગની કુંભાર, સુનીલ માતંગ સંભાળી રહ્યા છે. ટૂર્નામેન્ટના દાતા તરીકે કનૈયાલાલ જખુભાઇ ભાનુશાલી, અનિલ જેઠાલાલ ભાનુશાલી, રાજેશ મોહનલાલ ભાનુશાલી, રાજેશ મમુભાઇ આહીર (જિ.પં. સદસ્ય), મહિપતસિંહ પઢિયાર, સૈયદ નઝરશા બાવા, દોલતસિંહ કલજી સોઢા સહયોગ આપી  રહ્યા છે. સ્પોન્સર તરીકે ડો. નિકુલ ભાનુશાલી (આસ્થા ઇલેવન), માવજીભાઇ ભાનુશાલી (હરેકૃપા ઇલેવન), મુસ્તાક સુમરા (તૈમુર ઇલેવન), વાલજી એન. બારા (ભાવના કન્સ્ટ્રક્શન ઇલેવન), રમેશભાઇ આહીર (રણછોડરાય ઇલેવન), જશાભાઇ આહીર (ફૂલપીરદાદા ઇલેવન), અબ્બાસ પાળા (તાહિર ઇલેવન), વેલુભા જાડેજા (ધર્મ ઇલેવન) ભાગ લઇ રહ્યા છે. ગ્રામ પંચાયત ક્રિકેટ ગ્રાઉન્ડ લયવાળા ખાતે રમાતી આ ટૂર્નામેન્ટમાં રાત્રિ દરમ્યાન મોટી સંખ્યામાં ગામલોકો લાઇટના પ્રકાશ હેઠળ મેચોની મજા માણી રહ્યા છે. કોમેન્ટેટર તરીકે અલીભાઇ કુંભાર, દીપ ભાનુશાલી, સુનીલ માતંગ, જ્યારે સ્કોરર તરીકે આર. એલ. આહીર અને બિપિન આહીર સેવા આપી રહ્યા છે. 

Panchang

dd