દહીંસરા (તા. ભુજ), તા. 31 : અહીં દર ગુરુવારે
ભરાતી ફૂટપાથ-શેરી બજારમાં ભીડ તેમજ ગંદકીને કારણે સર્જાતી સમસ્યા નિવારવા લોકમાંગ
ઊઠી છે. આ શેરી બજારમાં કપડાં, રમકડાં,
અલંકાર, અનેક વસ્તુઓ સસ્તા ભાવે મળે છે જે ખરીદવા
ચુનડી, સરલી, ધુણઇ, મેઘપર, ગોડપરથી લોકો આવે છે. લોકોની જામતી ભીડને કારણે
મુશ્કેલીઓ સર્જાય છે તેમજ રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે. આ સમસ્યાઓને ધ્યાને
લઇને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરાઇ હતી.