ભુજ, તા. 31 : અંજાર પોલીસ મથકમાં દાખલ કેબલચોરીના
ગુનાનો નાસતો આરોપી શકુર કરીમ સમા (રહે. નાના દિનારા, તા. ભુજ)ને એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીની
ટીમને નાસતા-ફરતા આરોપીઓની તપાસ દરમ્યાન બાતમી મળી કે, અંજાર
પોલીસમાં દાખલ કેબલચોરીના ગુનાનો નાસતો-ફરતો આરોપી શકુર સમા હાલ 36 ક્વાટર્સ ચાર રસ્તા પાસે હાજર
છે, આથી તેને ઝડપી આગળની કાર્યવાહી અર્થે બી-ડિવિઝન
પોલીસને સોંપ્યો હતો.