ભુજ, તા. 31 : ગત તા. 25/5ના અબડાસા તાલુકાના ત્રંબૌથી
સુજાપર ગામ તરફ જતા રોડ પર મીઠી ડેમ નજીકના વળાંક પાસે ગાયો-ભેંસો રોડ પરથી ખસેડવાને
લઈને બે જૂથ બાખડતાં સામસામી ફરિયાદ નેંધાઈ છે. નલિયા પોલીસ મથકે ફરિયાદી ત્રંબૌમાં
રહેતા જયવંતસિંહ ઉર્ફે જયુભા રવુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે આરોપી સત્યરાજસિંહ વિક્રમસિંહ
જાડેજાએ લાકડી વડે ફરિયાદીની ગાડીના કાચ તોડયા હતા. વિક્રમાસિંહ વાઘુભા જાડેજાએ પકડી
રાખી સત્યરાજસિંહ અને ઈન્દ્રજિતસિંહ વિક્રમસિંહ જાડેજા અને વાઘુભા ચાંદુભા જાડેજાએ
લાકડી વડે માર માર્યો હતો. સત્યરાજસિંહે છરી વડે ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે ત્રંબૌમાં વિક્રમસિંહે વાઘુભા જાડેજાએ
આરોપી જયવંતસિંહ ઉર્ફે જમુભા રવુભા જાડેજા, નવઘણસિંહ રવુભા જાડેજા,
રવુભા મલુજી જાડેજા અને મંગળસિંહ વિશુભા જાડેજા સામે નોંધાવેલી ફરિયાદ
મુજબ ફરિયાદી અને તેમના દીકરાઓને આરોપીએ લાકડીઓથી મારમારી ઈજા પહોંચાડી અને જયવંતસિંહ
છરી કાઢી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.