• સોમવાર, 01 જૂન, 2026

ચોરવાડની ખેલાડીને એશિયન અંડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં રજતચંદ્રક

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની ઉભરતી પ્રિન્ટર કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય મંચ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દ્રઢ મનોબળ, શીસ્ત અને અનુશાસનથી તેણે આ સફળતા હાંસલ કરી છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4ડ્ઢ100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેકન્ડના સમયમાં રેસ પૂર્ણ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. કાજલની સિદ્ધિ તેની સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતાં વધુ પ્રેરણાદાયી બની જાય છે. તેના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. 

Panchang

dd