• સોમવાર, 01 જૂન, 2026

મધુર સૂર વિલાયા... સુમનની વિદાય

મુંબઈ, તા. 31 : ભારતીય સંગીત જગતના સુવર્ણકાળની મખમલી માળાનો વધુ એક મણકો તૂટી પડયાની ઘટના બની છે. `બીજી લતા મંગેશકર' તરીકે ઓળખાતાં હોવા છતાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાપુરનું શનિવારે નિધન થતાં દેશના સિનેજગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત અનેક ભાષાઓમાં 850થી વધુ ગીત ગાનાર મખમલી અવાજ ધરાવતા સુમને 89 વર્ષની ઉમરે પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તુમને પુકારા ઓર હમ ચલે આયે જેવા યાદગાર, લોકપ્રિય ગીતો માટે મધુર કંઠ આપનાર પદ્મભૂષણ સુમને મરાઠી સિમેનાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1952માં ઓલ ઈન્ડિયા રેડિયોથી શરૂ થયેલી સૂરોની સફરે ત્રણ દાયકાનો પંથ કાપતાં સફળતાની ઊંચાઈ સર કરી હતી. કલ્યાણપુરે મોહમ્મદ રફી, મન્ના ડે અને તલત મહેમૂદ જેવા દિગ્ગજ ગાયકો સાથે અનેક ગીતો ગાયા. સુમને મરાઠીમાં `શુક્રાશી ચાંદની' ને હિન્દીમાં `દરવાજા'માં પહેલા ગીતો ગાયા હતા. થોડો સમય મતભેદોના કારણે રફી અને લતા સાથે ગાતા નહોતા, ત્યારે સુમને રફી સાથે અનેક યાદગાર ગીતો આપ્યા હતા. 

Panchang

dd