• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

રાજકોટમાં 27મીએ રમાનારી ભારત-ઓસી. મેચની ટિકિટબારી કાલે ખૂલશે

રાજકોટ, તા. 19: વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા તેની આખરી ઇન્ટરનેશનલ મેચ તા. 27મીએ બુધવારે રાજકોટમાં રમવાની છે. જે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણીની આખરી મેચ હશે. ભારત-ઓસ્ટ્રેલિયાની રાજકોટની મેચને લઇને સમગ્ર સૌરાષ્ટ્રના રમતપ્રેમીઓમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. બન્ને ટીમનું તા. 2પમીએ રાજકોટમાં આગમન થવાનું છે. ભારતીય ટીમ કાલાવાડ રોડ પરની સયાજી હોટેલમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યૂન હોટેલમાં રોકાણ કરશે. આ માટે હોટેલ સ્થળ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજકોટમાં તા. 27મી રમાનાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે મેચની ઓનલાઇન ટિકિટ વેંચાણ શરૂ થઇ ગયું છે. જયારે ઓફ લાઇન ટિકિટની વેંચાણ તા. 21મીથી શરૂ થશે. આ માટે દર્શકો માટે જામનગર રોડ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમ ખાતે ટિકિટબારી ખોલવામાં આવશે. ટિકિટના ભાવ 1પ00થી લઇને 10000 સુધીના છે. 2000 અને 2પ00 રૂપિયાની ટિકિટ વેસ્ટ સ્ટેન્ડના લેવલ 2-3 પરની હશે. સાઉથ સ્ટેન્ડની લેવલ એક-બેની ટિકિટના ભાવ 8પ00 છે. જેમાં ભોજન પણ મળશે. સૌથી મોંઘી ટિકિટ જે 10000 રૂપિયાની છે. તે સાઉથ-વેસ્ટના બોક્સમાં હશે. જેમાં ભોજન સાથે બીજી સુવિધાઓ મળશે.

Janmadin Vishesh Purti

Panchang