• મંગળવાર, 19 મે, 2026

ટપ્પરના યુવાનનું અપહરણ કરી-માર મારી વીડિયો ઉતાર્યો

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના ટપ્પરમાં રહેનાર એક યુવાનનું અપહરણ કરી ચીરઈ બાજુ લઈ જઈ માર મારી, વીડિયો બનાવી, જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ટપ્પરમાં મોમાઈનગરમાં રહેનાર ફરિયાદી કિશન મનજી રેણિયા (કોલી) નામનો યુવાન તા. 7/5ના ગામમાં લગ્ન પ્રસંગે દાંડિયારાસના કાર્યક્રમમાં ગયો હતો. રાત્રે તે જુસા કોળીની દુકાને  ઠંડું પાણી પીવા ગયો હતો ત્યારે રાહુલ લખમણ કોળી, અશોક કોળી બાઈક લઈને તેની પાસે આવ્યા હતા અને શુભમ કોળીને દાંડિયારાસના કાર્યક્રમમાં આવવું છે, ગોપાલનગર જઈએ તેમ કહી ફરિયાદી યુવાનને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યાં ઈકો ગાડીમાં લખમણ વેલા કોળી, શુભમ હરિ કોળી, બાવલા બીજલ કોળી, મહેશ ઉર્ફે ચકલી કોળી આવ્યા હતા અને બળજબરીપૂર્વક યુવાનનું અપહરણ કરી જૂની મોટી ચીરઈમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ તેને ધોકા વડે માર માર્યો હતો અને વીડિયો ઉતાર્યો હતો. તારા ભાઈબંધ ધનજી કારા કોળી, મામા બાબુ રાયમલ કોળીએ સુરેશને માર માર્યો હતો. તું ક્યાં ગયો હતો તેમ કહી માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને વહેલી પરોઢે તેને પરત મૂકી ગયા હતા. બાદમાં પણ ફોન કરી ધાકધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd