• ગુરુવાર, 11 જૂન, 2026

કેરળની કમાન સતીશનને

તિરુવનંતપુરમ, તા. 18 : કોંગ્રેસ નેતા વડાસ્સેરી દામોદરન સમીશન સોમવારે કેરળના 13મા મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શપથ લેવડાવ્યા હતા. સતીશને 20 મંત્રીની આખી કેબિનેટ સાથે શપથગ્રહણ કર્યા હતા. કોઇ મુખ્યમંત્રી  આખા મંત્રીમંડળ સાથે શપથ લે તેવું 64 વર્ષ બાદ થયું છે. અગાઉ 1962માં કેરળના ત્રીજા મુખ્યમંત્રી  બનેલા આર. શંકરે આખી કેબિનેટ સાથે શપથ લીધા હતા. જો કે, 1964માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેમની સરકાર પડી ગઇ હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખર સહિત તમામ કોંગેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી  શપથગ્રહણમાં ઉપસ્થિત રહ્યા હતા. કેરળની કેબિનેટમાં 14 ધારાસભ્ય એવા છે, જેમણે પહેલી જ વાર મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. કોંગ્રેસે સ્પીકર અને નાયબ સ્પીકરના પદો પણ પોતાની પાસે રાખ્યા છે. તિરુવનંતપુરમ વિધાનસભા સ્પીકર અને શનિમોલ ઉસ્માનને નાયબ સ્પીકર બનાવાયા છે. રાજ્યપાલનું નીતિગત સંબોધન 29મી મેના અને રાજ્યનું બજેટ પાંચ જૂન સુધી રજૂ થવાની સંભાવના છે.

Panchang

dd