નવી
દિલ્હી,
તા. 18 : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચનારા
નિર્દેશમાં દિલ્હી રમખાણ મામલામાં જેએનયુના પૂર્વ છાત્રનેતા ઉમર ખાલિદને જામીન
આપવાનો ઈન્કાર કરતા પોતાના ફેંસલા સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમે એવું માન્યું હતું
કે,
જામીન નિયમ છે, અધિકાર છે, જેલ મોકલવું અપવાદ હોવો જોઈએ. સૈયદ ઈફતેખાર અંદ્રાબીના નાર્કો આતંકવાદના
મામલાની સુનાવણીમાં આવું કોર્ટે કહ્યું હતું. જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને બી.વી.
નાગરત્નાની ખંડપીઠે કહ્યું હતું કે, મૌલિક અધિકાર હનન થવા પર
અદાલતો ગેરકાનૂની ગતિવિધિ નિયમન કાયદા (યુએપીએ) હેઠળ જામીન આપી શકે છે, તેવું 2021માં સુપ્રીમ કોર્ટે માન્યું હતું. સુપ્રીમે
કહ્યું હતું કે, ખાલિદની
જામીન અરજી ફગાવતી વખતે કોર્ટે ફેંસલા પર ધ્યાન નહોતું આપ્યું. 2019થી
2023 વચ્ચે
આખાં ભારતમાં યુએપીએ કેસોમાં માત્ર દોઢથી ચાર ટકા લોકોને સજા થઈ. મતલબ કે, લગભગ 94 ટકા કેસોમાં મુક્તિની સંભાવના હોય છે. કોર્ટે
કહ્યું હતું કે, કોઈ મોટી ખંડપીઠ ફેંસલો આપે તો નાની
ખંડપીઠે માનવો જ પડશે. આજકાલ જોવા મળે છે કે, નાની ખંડપીઠો
ફેંસલાની અસરને કમજોર કરી દેતી હોય છે.