સ્ટૂટગાર્ડ, તા. 20 : કઝાકિસ્તાનની ટેનિસ
ખેલાડી એલિના રાયબાકિના પોર્શ ટેનિસ ગ્રાં પ્રિ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં
રાયબાકિનાનો ઝેક ગણરાજયની ખેલાડી કેરોલિના મૂચોવા વિરુદ્ધ 7-પ અને 6-1થી
શાનદાર વિજય થયો હતો. 26 વર્ષીય રાયબાકિનાએ
આ ટૂર્નામેન્ટ બીજીવાર જીતી છે. તેણીના નામે કુલ 12 ડબ્લ્યૂટીએ ખિતાબ થયા છે. બીજા ક્રમની રાયબાકિનાનો ફાઇનલમાં મૂચોવા સામે 1 કલાક અને 18 મિનિટની
રમત પછી વિજય થયો હતો. મૂચોવા તેનો ત્રીજો ખિતાબ ચૂકી છે. છેલ્લે તેણી કતર ઓપનમાં ચેમ્પિયન
બની હતી.