• સોમવાર, 20 એપ્રિલ, 2026

પાંચમી જીત સાથે પંજાબ કિંગ્સ અજેય

ચંદીગઢ, તા. 19 : આઈપીએલની આજની બીજી મેચમાં પંજાબ ક્રિગ્સે લખનૌ સુપર જાયન્ટસને 54 રને હરાવીને વર્તમાન સિઝનની પોતાની પાંચમી જીત દર્જ કરવાની સાથે પોઈન્ટ ટેબલ પર સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. પંજાબે 20 ઓવરમાં સાત વિકેટે 254નો મહાકાય જુમલો ખડકયા બાદ સટિક બોલિંગના બળે લખનૌને બાંધી રાખતાં ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રને સિમિત રહી હતી. લખનૌએ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી શરૂઆત કરી હતી. ઓપનર મિશેલ માર્શ (28 દડામાં ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે 40) અને આયુષ બદોની (35) ઉપરાંત કપ્તાન રિષભ પંત (23 દડામાં 1 ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 43) અને માર્કરમ (22 દડામાં ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 42)ની રમત છતાં ટીમ અંતિમ ઓવરોમાં દડાની સરખામણીએ રન અંતરમાં પાછળ રહી ગઈ હતી. આખરે 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી લખનૌની ટીમ 54 રને મુકાબલો ગુમાવ્યો હતો. પંજાબની ટીમવતી માર્કો જાનસેને બે વિકેટ મેળવી હતી જ્યારે વિજયકુમાર વૈશક, યુજ્વેન્દ્ર ચહલ અને અર્શદીપસિંહને 1-1 વિકેટ મળી હતી. પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીની આતશી બેટિંગથી પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ હલ્લાબોલ કરીને સીઝનનો સૌથી મોટો 24 રનનો સ્કોર 7 વિકેટે નોંધાવ્યો હતો. પ્રિયાંશે 37 દડામાં 4 ચોગ્ગા-9 છગ્ગાથી 93 અને કોનોલીએ 46 દડામાં 8 ચોગ્ગા-7 છગ્ગાથી 87 રન ફટકારી રનનું રમખાણ સર્જ્યું હતું. પંજાબની ઈનિંગમાં 21 છગ્ગા અને 16 ચોગ્ગા લાગ્યા હતા. આથી બાઉન્ડ્રીથી જ 190 રન બન્યા હતા. કૂપર-પ્રિયાંશની જોડી લખનઉના બોલર માર્કરમની એક ઓવરમાં પ છગ્ગા ફટકારી રનનો ધોધ વહાવ્યો હતો. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 80 દડામાં 182 રનની રેકોર્ડબ્રેક અને વિસ્ફોટક ભાગીદારી થઇ હતી. પ્રભસિમરન ગોલ્ડન ડક થયો હતો. જયારે કપ્તાન શ્રેયસ અય્યર પ રને આઉટ થયો હતો. ડેથ ઓવર્સમાં સ્ટોઇનિસે ઝડપી 29 રન કરી પંજાબનો સ્કોર 24 રને પહોંચાડી દીધો હતો. લખનઉના બધા બોલરની ધોલાઇ થઇ હતી, પણ પ્રિંસ યાદવે 4 ઓવરમાં ફકત 2પ રન આપી 2 વિકેટ લીધી હતી. 

Panchang

dd