• સોમવાર, 20 એપ્રિલ, 2026

ભુજમાં બિયર સાથે જન્મદિનની ઉજવણી

ભુજ, તા. 19 : થોડા દિવસ પહેલાં જ એનડીપીએસ અને દારૂ જેવા ગુનામાંથી છૂટેલા આરોપી પારસ ગુંસાઈ ગઈકાલે પોતાના જન્મદિનની ઉજવણી બિયરના ટીન સાથે કરતો હોવાનો વીડિયો વાયરલ કરતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળતાં એલસીબીએ તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આજે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર જન્મદિનની ઉજવણીનો ગેરકાયદેસરનો વીડિયો એક ઈસમે વાયરલ કર્યો હતો. જે અન્વયે એલસીબીના પીએસઆઈ એમ.એચ. શિણોલે સ્ટાફને આ ઈસમ ઝડપી પાડવા સૂચના આપતાં ટીમે તપાસ કરીને લોટસ કોલોની વિસ્તારમાંથી પારસ રમેશગર ગુંસાઈ (રહે. વાલ્મીકિનગર પ્રા. શાળાની બાજુમાં, ભુજ)ને ફોર વ્હીલ ગાડી બિયરના ટીન અને મોટા પાઈપ સાથે ઝડપી તેની વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં અન્ય આરોપી અજય લોહરા (રહે. લોટસ કોલોની, ભુજ)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીએ ઝડપેલા પારસને આવા વીડિયો અંગે માફી માગતો વીડિયો ઉતારી પોલીસે વાયરલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પારસનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. તેની વિરુદ્ધ ગાંજા એનડીપીએસના ત્રણ ગુના દારૂનો એક અને હથિયારબંધી સહિતના ગુના નોંધાયેલા છે, તે હાલમાં જ જેલમાંથી છૂટયો હતો અને ગઈકાલે રાત્રે પોતાના જન્મદિનની ઉજવણી કારના બોનેટ ઉપર કેક અને બિયરના ટીન સાથે કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં તેને દબોચી કાયદાનું ભાન કરાવ્યું છે.  

Panchang

dd