• સોમવાર, 20 એપ્રિલ, 2026

સમગ્ર કચ્છ પરશુરામની ભક્તિના રંગે રંગાયું

ભુજ, તા. 19 : ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મસમાજના ઈષ્ટદેવ ભગવાન પરશુરામના પ્રાગટય દિવસે અખાત્રીજ નિમિત્તે કચ્છભરમાં ભાવેભર ઉજવણી કરાઈ હતી. પરશુરામ જયંતીએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રા, મહારતી, પૂજન-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ સેવાકાર્યો કરાયા હતા. ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક પરંપરાનો સંદેશ અપાયો હતો. - ભુજમાં શોભાયાત્રામાં રથ આકર્ષણનું કેન્દ્ર : ભુજમાં આ અવસરે શોભાયાત્રામાં અનેક આકર્ષણો જોવા મળ્યા હતા. સુંરદ રીતે સજાવેલા રથમાં પરશુરામની પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું. ભાવિકો તથા બાળકો દ્વારા વિવિધ વેશભુષા ધારણ કરાઈ હતી. મહિલા બેન્ડ દ્વારા યાત્રામાં ઉત્સાહનો વિશેષ માહોલ સર્જાયો હતો. બાળકો દ્વારા વૃક્ષ બચાવો, વિશ્વ બચાવોના પોસ્ટરો દ્વારા પર્યાવરણ બચાવનો સંદેશ અપાયો હતો. બહોળી સંખ્યામાં ઉમટેલા ભાવિકો રાસગરબામાં રમઝટ બોલાવી હતી. કેશરી ધજા અને પરશુરામના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વિવિધ સ્થળોએ હોમ-હવન-પૂજન-આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. - આદિપુર શોભાયાત્રામાં તલવાર રાસ : સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા અને જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ આદિપુર ના સંયુક્ત ઉપક્રમે રચાયેલ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ ઉજવણી કરાઈ હતી.  સવારે નારાયણશ્વર મહાદેવ મંદિર થી બાઇક રેલી નો પ્રારંભ  ગયાપ્રસાદ શુક્લા જી એ કરાવ્યો હતો. કીર્તિ ભાઈ જોશી, મેહુલ ભાઈ રાવલ, ડો. નરેશ જોશી, આશિષ ભાઈ જોશી, ભાવેશભાઈ મઢવી વિ. જોડાયા હતા. ધારાસભ્ય માલતી બેન મહેશ્વરી, સુધરાઈ ના પુર્વ પ્રમુખ તેજસ શેઠ, કોંગ્રેસ આગેવાન સંજય ગાંધી વિ. શુભેચ્છા પાઠવી હતી.  રેલીમાં વિવિઘ ઝાંખીઓ, ફ્લોટ્સ માં ડી પી એ દ્વારા પર્યાવરણ, મહિલા મંડળ દ્વારા નારી શકિત મહિમા, વિશ્વ શાંતિ સંદેશ સહિત ના સુશોભનો એ આકર્ષણ જમાવ્યું હતું. સાંજે આદિપુર પરશુરામ ચોક ખાતે થી શોભાયાત્રા પ્રારંભ કરાયો હતો. પન્નાબેન જોશી, તૃપ્તિબેન જોશીના માર્ગદર્શન રાસ ગરબા, શૌર્ય રાસ, તલવાર બાજી એ જમાવટ કરી હતી. સંચાલન ચેતન જોશી, ઉમેશ પંડ્યા એ કર્યુ હતું. અશ્વિન ત્રીવેદી, કિશન જોશી, રાજુ સુરાની, યુવક મંડળના વીર જોશી, પ્રતીક જોશી, વિવેક વ્યાસ, રાજુ ધારક, ડિમ્પલ આચાર્ય, અનિતા મિશ્રા, કાજલ ઓઝા, હેતલ ઓઝા, દ્વારકેશ દવે, રમેશ ત્રીવેદી, મિતેશ જોશી વિ. જોડાયા હતા. - વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી : દેવલ મા જીવદયા સત્સંગ સમિતિ દ્વારા સેવાકીય કાર્યો કરાયા હતા. અશોક વાઘેલા, સ્વ. ગૌરીબેન પંડયા, કનક ઠક્કરના સહયોગથી સંત વાલરામજી ગૌશાળામાં અબોલા પશુઓને લીલાચારાનું નીરણ, રામદેવ સેવાશ્રમમાં દિવ્યાંગોને મિષ્ટાન ભોજન, જરૂરતમંદ બાળકોને બિસ્કીટ, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ, પાલરા મહાદેવ મંદિર દીપ માળા સહિતના સેવાકીય કાર્યો કરાયા હતા. સમિતિના અરવિદ ગોર, વસંત અજાણીના રાહબર હેઠળ મનીષ બાવા, શિલ્પાબેન ગણાત્રા સહયોગી રહ્યા હતા. - કુકમામાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો : સમસ્ત બ્રહ્મસમાજ (કુકમા) દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પરશુરામની ભક્તિના રંગે રંગાયા હતા. - રાપરમાં શોભાયાત્રા, બાઈક રેલી : રાપર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જાગેશ્ચર મંદિરે આરતી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. રાપર ચિત્રોડ રોડ દેના બેન્ક ચોક એસટી રોડ માલી ચોકથી રાયમલ બાપાની મઢી ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ભગવાન પરશુરામની વેશભૂષા રોહિત રાજગોરે કરી હતી. રાસગરબા તેમજ બાઈક રેલી યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, મહાદેવભાઇ ભૂષણ, મદુભા વાઘેલા, ભરતભાઈ મસુરીયા, શંકરભાઈ ખાંડેકા, નરોત્તમ રાજગોર, પરશોતમભાઈ ચાવડા, વિનુભાઈ થાનકી, શિવરામ ભટૈયા, ખેગારભાઇ દાદલ, ભરત મઢવીગૌતમભાઈ જોશી, નવિનભાઈ  જોશીમેહુલ જોશી, કેશુભા વાઘેલા, લાલજી કારોત્રાજગુભા જાડેજા, મનુભાઈ રાજગોર, દશરથ મારાજ         ભરતભાઈ એ. મસુરીયા, દર્શનભાઈ એલ. જોષી, કિશોરભાઈ જી. રાજગોર, મેહુલભાઈ વી.જોષી, રામદેવભાઈ ડી.રાજગોર, જયદેવ આર.બાસપીયા, ગૌરીશંકર આર.મઢવી, ગૌતમભાઈ બી.જોષી, ભરતભાઈ આર.મઢવી, રમેશભાઈ ડી.વરણવા, હસમુખભાઈ એ.ખાંડેકા, પિયુષભાઈ .ત્રિવેદી , સાગર ડી.પંડયા, ગૌતમભાઈ પંડયા, ભાવેશભાઈ ભટેયા, બળદેવ ગામોટ, સંજય ત્રિવેદી, વિકાસ રાજગોર, રવિ મસુરીયા, ઋતુરાજ જોશી, ભાવિન પંડયા, મયુર રાજગોરભરત મસુરીયા, ભાવેશ મસુરીયા, હિરેન મસુરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા  

Panchang

dd