• સોમવાર, 20 એપ્રિલ, 2026

નાના વરનોરામાંથી દેશી બંદૂક સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 19 : તાલુકાના નાના વરનોરાની સીમમાંથી ગામના સૈફુન જભાર મમણને ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એસઓજીએ ઝડપીને કાર્યવાહી કરી હતી. એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે નાના વરનોરાની ઉત્તરાદી સીમમાંથી આરોપી સૈફુન જભાર મમણ (ઉ.વ. 24, રહે. નાના વરનોરા)ને પાસ પરમિટ કે માન્ય આધાર વિના ગેરકાયદે રાખેલી દેશી બનાવટની બંદૂક કિં. રૂા. 2000 તથા એક મોબાઈલ કિ. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી માધાપર પોલીસ મથકે આર્મ્સ એકટ તથા જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd