• સોમવાર, 20 એપ્રિલ, 2026

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારથી અફરાતફરી : આઠ બાળકનાં મોત

વોશિંગ્ટન, તા. 19 : અમેરિકામાં લુઈસિયાનામાં રવિવારે અંધાધૂંધ ગોળીબારથી  ભારે ભય સાથે મચેલી ભાગદોડ વચ્ચે આઠ બાળકનાં મોત થયાં હતાં. મૃતક બાળકોની ઉંમર એકથી 14 વર્ષની છે. લોહિયાળ ગોળીબાર કરનારા હુમલાખોરને પણ પોલીસે ઠાર કરી નાખ્યો હતો. ઘરેલુ ઝઘડાના કારણે આ હિંસા થઈ હોવાનું પોલીસ અધિકારી ક્રિસ બોર્ડેલોને કહ્યંy હતું. આજે સવારે છ વાગ્યાથી વિવાદ શરૂ થયો હતો. અચાનક અકે શખ્સે બંદૂક હાથમાં લઈને ગોળીઓ વરસાવવા  માંડતાં એક પછી એક આઠ બાળકની હત્યા કરી નાખી હતી. ગોળીબાર કર્યા બાદ હુમલાખોર નાસી છૂટયો હતો, પરંતુ પીછો કરીને પોલીસે કરેલાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd