• શુક્રવાર, 20 માર્ચ, 2026

શ્રીજી પબ્લિક સ્કૂલમાં રમતોત્સવ ઊજવાયો

ભુજ, તા. 19 : તાજેતરમાં શ્રીજી પબ્લિક સ્કૂલમાં `સ્પોર્ટીવા' થીમ હેઠળ વાર્ષિક સ્પોર્ટ્સ-ડે ઊજવાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવી શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ શાળાના આચાર્ય ડો. ચિંતન આર્ય તથા એજ્યુકેશન ડાયરેક્ટર વિપુલ મહેતાનાં માર્ગદર્શન હેઠળ કરાયો હતો. શાળાના પ્રમુખ સંજય મહેતા, સેક્રેટરી આનંદ લોદરિયા, ટ્રસ્ટી જિજ્ઞેશ શાહ, વિપુલ ગણાત્રાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દોડ, રિલે રેસ, ટગ ઓફ વોર, લાંબીકૂદ, ઊંચીકૂદ, કબડ્ડી, લીંબુ ચમચી વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન યોગ અને વ્યાયામના પ્રદર્શનોએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd