• શુક્રવાર, 20 માર્ચ, 2026

લખપતના પ્રતિબંધિત ક્ષેત્રમાંથી બે શંકાસ્પદ યુવાન મળ્યા

ભુજ, તા. 19 : પોલીસે આજે લખપત તાલુકાના સાંગણગુનાના પ્રતિબંધિત વિસ્તારમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવાન મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરી છાનબીન આદરી હતી. આજે સવારે એસઓઁજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, બે શંકાસ્પદ યુવાનો લખપત તાલુકાના સાંગણગુના ગામથી ઓડીવાંઢ જતા રસ્તે છે. આથી આ બે યુવાનને ઝડપી આ પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે પરવાની મેળવી છે કે કેમ ? તે અંગે પૂછતાં પરવાનગી ન હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ નરા પોલીસ અને પંચોને સાથે રાખી આ બે યુવાન જાવીદ ઇકબાલ અબ્દુલમજીદ રેસી (28) અને તારીફ હુસેન હસનદીન રેસી (22) (રહે. બન્ને અતૌલી, જિ.પુંચ, જમ્મુ અને કાશ્મીર)ની પૂછતાછ કરતાં તેઓ મદરેસા માટે ચંદો ઉઘરાવવા ગયાની કેફિયત આપી હતી. બન્ને પાસેથી કોઇ સંદિગ્ધ વસ્તુ મળી નથી. બન્નેના મોબાઇલ કબજે લઇ છાનબીન આદરી છે. પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ બદલનો ગુનો નરા પોલીસ મથકે દાખલ કરાયો છે. 

Panchang

dd