• શુક્રવાર, 20 માર્ચ, 2026

`એકના ચાર'ની લોભામણી લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

ભુજ, તા. 19 : સોશિયલ મીડિયા ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં `એકના ચારગણા' પૈસા આપવાની લોભામણી જાહેરાતોવાળા ફોટા તથા વીડિયો બનાવી વાયરલ કરી છેતરપિંડી કરવાના પ્રયાસમાં આરોપી સોહિલ ચાવડા (રહે. રહીમનગર, ભુજ) અને એક કાયદાના સંબંધમાં આવેલા કિશોરને એલસીબીએ ઝડપી લીધા હતા, જ્યારે આમાંના અન્ય બેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, સોહિલ ચાવડા તથા અન્ય એક ઇસમ હાલ એફ.ડી.આર. રિસોર્ટ બહાર રોડ પાસે એક્ટિવા નં. જી.જે.-12- ઇએસ-3625વાળા સાથે હાજર છે. સોશિયલ મીડિયામાં ખોટી આઇડી બનાવી તેમાં ચલણી નોટોના ફોટા અને વીડિયો નાખી લોભામણી લાલચો આપી છેતરપિંડીના પ્રયાસ કરી રહ્યા છે. આ બાતમીના આધારે સોહિલ અને એક કિશોર વયના શખ્સને ઝડપી તેમની પાસેથી મળેલા મોબાઇલમાં વિશાલ પટેલ નામની ફેસબુકની પોસ્ટ કરી તેમાં `એક લાખ કા ચાર લાખ' ફેસ ટુ ફેસ, હેન્ડ ટુ હેન્ડ, લખાણો લખેલા હતા. આરોપીઓ પાસેથી 500ની એક ઉપર અને એક નીચે એમ બે સાચી નોટ રૂા. 1000 તથા 500ની નકલી નોટના આઠ બંડલ તથા એક્ટિવા કિં. રૂા. 20,000 તેમજ બે મોબાઇલ કિં. રૂા. 10000ના મુદ્દામાલ જપ્ત કર્યા હતા. આ કેસમાં સહઆરોપી તરીકે આબીદખાન પઠાણ (રહે. સેજવાળા માતામ, ભુજ) અને અલીશા કાસમશા શેખ (રહે. શેખ ફળિયું, ભુજ)ના નામ સામે આવતાં તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Panchang

dd