મિયામી, તા.19 : ફૂટબોલની દુનિયાના મહાનાયક
લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મેસ્સીએ સત્તાવાર સ્પર્ધાત્મક
મેચોમાં 900 ગોલ પૂરા કર્યાં છે. આ રેકોર્ડ
કરનારો તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો ફક્ત બીજો ફૂટબોલ ખેલાડી છે. જો કે, તેણે રોનાલ્ડોથી ઓછી મેચમાં 900 ગોલના આંકડાને સ્પર્શ કરી નવો
રેકોર્ડ બનાવ્યો છે. આ ખાસ ઉપલબ્ધિ મેસ્સીએ ઇન્ટર મિયામી તરફથી રમતા કોનકાકાફ ચેમ્પિયન
કપના નેશવિલ વિરુદ્ધના મેચમાં ગઇકાલે રાત્રે હાંસલ કરી છે. રોનાલ્ડોએ સપ્ટેમ્બર-2024માં 900 ગોલના આંકડાને સ્પર્શ કર્યો
હતો. તે હાલ 96પ ગોલ સાથે સૌથી આગળ છે અને 1000 ગોલના જાદુઇ આંકડા તરફ આગળ
વધી રહ્યો છે. મેસ્સીએ 900 ગોલ માટે
1142 મેચ રમી છે. આ સામે રોનાલ્ડોએ
900 ગોલ માટે 1236 મેચ રમી હતી. મેસ્સીના 900 ગોલમાં 672 બાર્સિલોના માટે, 32 પીએસજી માટે, 81 ઇન્ટર મિયામી
માટે અને 11પ આર્જેન્ટિના માટે છે. જો કે, મેસ્સીનો વિક્રમી ગોલ તેની ટીમ ઇન્ટર મિયામીને
જીત અપાવી શકયો ન હતો. નેશવિલ સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી. ડ્રો મેચનાં પરિણામથી મેસ્સીની ટીમ ટૂર્નામેન્ટની
બહાર થઇ છે.