• શુક્રવાર, 20 માર્ચ, 2026

ઝીંકડીની ત્રિપુટી ઉપર વધુ એક ચોરીની ફરિયાદ

ભુજ, તા. 19 : ચોરીના ગુનામાં ઝડપાયેલી ઝીંકડીની ત્રિપુટી ઉપર એક પછી એક ચોરીના ગુના નોંધાઇ રહ્યા છે. તે વચ્ચે વધુ એક નાની રેલડીની વાડીમાંના બોરવેલના વાયરની ચોરીનો ગુનો દાખલ થયો છે. આ અંગે પદ્ધર પોલીસ મથકે ગણેશભાઇ ચાડ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દેખરેખ હેઠળની નાની રેલડીની વાડી ઉપરથી ગત તા. 14-2ના રાતથી બીજા દિવસની સવાર સુધી પાણીના બે બોરવેલના વાયર અને ડ્રીપની મોટર તથા તેના વાયર એમ કુલે રૂા. 69,500નો મુદ્દામાલ ચોરી થયો હતો. આ મુદ્દામાલ આરોપીઓ રજાક હાજીભાઇ હજામ, અબ્બાસ ઇશા ત્રાયા અને ઇમ્તિયાઝ કરીમભાઇ ત્રાણા (રહે. ત્રણે ઝીંકડી)એ ચોર્યાનું સામે આવતાં ત્રણે વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd