• શુક્રવાર, 20 માર્ચ, 2026

દિલ્હી કેપિટલ્સના કપ્તાન અક્ષર પટેલને સાવધ કરતો પૂજારા

નવી દિલ્હી, તા. 19 : આઇપીએલ-19 સિઝનની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. આ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટધર ચેતેશ્વર પૂજારાએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને પોતાના જૂના સાથી ખેલાડી અક્ષર પટેલને ખાસ ટિપ્સ આપી છે. પૂજારાનું કહેવું છે કે અક્ષર પટેલે તેની જૂની ટેવ મુજબ રિલેક્સ રહેવાની જરૂર નથી. આથી તેની ટીમ પર વધુ એક વખત જલ્દીથી ટૂર્નામેન્ટની બહાર થવાની નોબત આવી શકે છે. દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ગત સિઝનમાં આવું જ થયું હતું. ગત સિઝનમાં અક્ષર પટેલની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત શાનદાર રહી હતી, પણ પ્લેઓફ અગાઉ ઉપરાઉપરી પાંચ મેચમાં હાર સહન કરી હતી. આથી પ્લેઓફ રાઉન્ડમાં પહોંચી શકી ન હતી. પૂજારાનું કહેવું છે કે દિલ્હી કેપિટલ્સ ટીમ તેનું પ્રારંભનું ફોર્મ અંતમાં જાળવી શકી ન હતી. જેનું કારણ કે કપ્તાન અક્ષર અને બીજા ખેલાડીઓનું હળવા થઇ જવું હતું. પૂજારા કહે છે કે અક્ષર શાંત સ્વભાવનો છે અને દબાણમુક્ત રહે છે. બસ ધ્યાન એ રાખવાનું છે કે બેદરકાર ન રહે. 

Panchang

dd