નવી દિલ્હી, તા. 19 : ઈરાન યુદ્ધ વચ્ચે એક એવી ઘટના બની છે જેનાથી ખાડી દેશોથી ખુબ
દૂર અમેરિકામાં પણ હડકંપ મચી ગયો છે અને અમેરિકી સેના હાઈ એલર્ટ ઉપર આવી ગઈ છે. અમેરિકાના
એક આર્મી બેઝ ઉપર વિદેશમંત્રી માર્કો રૂબિયો અને રક્ષામંત્રી પીટ હેગસેથ હાજર હતા ત્યારે
જ ડ્રોન ભમતું જોવા મળ્યું હતું. આ ડ્રોન જે આર્મી બેઝ ઉપર જોવા મળ્યું હતું તે બેઝ
ઉપર આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના બે મજબૂત અને પ્રભાવશાળી ચહેરા હાજર હતા. જાણકારી
અનુસાર વોશિંગ્ટન સ્થિત આર્મી બેઝ પોર્ટ મેકનેયરના ઉપર ડ્રોન જોવા મળ્યા હતા. સંદિગ્ધ
ડ્રોન જોવા મળ્યા બાદ અમેરિકી અધિકારીઓએ વિચાર વિમર્શ કર્યો હતો કે માર્કો રુબિયો અને
હેગસેથને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે. જો કે બાદમાં આગ શું કાર્યવાહી કરી
તેની કોઈ જાણકારી સામે આવી નહોતી. પેંટાગોન પ્રવક્તા સીન પાર્નેલે યુદ્ધ મંત્રી પીટ
હેગસેથ મામલે કોઈપણ પ્રકારની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેની પાછળ સુરક્ષા
કારણો બતાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર
ડ્રોન જોવા મળ્યા બાદ વ્હાઈટ હાઉસમાં એક ઉચ્ચ સ્તરની બેઠક પણ થઈ હતી. બેઠક બાદ અમેરિકી
સેના માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.