ભુજ, તા. 26 : મુંદરામાં ટ્રક ચાલકો પાસેથી
ખાંડની બોરીઓ ભેગી કરી સંગ્રહ કરતા શંકાસ્પદ ખાંડના જથ્થાસાથે અંજારના શખ્સને એલસીબીએ
ઝડપી લીધો છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સંદીપગર મહેન્દ્રગર
ગુંસાઈ (રહે. અંજાર)ને ખાંડની પ0 કિ.ગ્રા.ની
67 બોરી કિ. રૂા. 1,34,000 તથા 2પ કિ.ગ્રા.ની 20 બોરી કિ. રૂા. 20,000 તેમજ એક મોબાઈલ કિ. રૂા. 2000 મુદ્દામાલ સાથે ઝડપી આ ખાંડ
અંગે પુછતા તે આધાર પુરાવા આપી શકયો નહતો. છેલ્લા 10-12 દિવસથી અહીં ચાલતા અલગ-અલગ ટ્રકના ચાલકો પાસેથી આ ખાંડની બોરીઓ
લીધી હોવાનું જણાવ્યું છે. એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીને આગળની કાર્યવાહી અર્થે મુંદરા
પોલીસને સોંપ્યો છે.