• રવિવાર, 27 એપ્રિલ, 2025

પંજાબ-કોલકાતા મેચ વરસાદમાં ધોવાઈ

કોલકાતા, તા. 26 : પંજાબ કિંગ્સે ચાર વિકેટે 201  રન કર્યા પછી કોલકાતા નાઈડર્સના પહેલી ઓવરમાં સાત રન થયા ત્યારથી વરસાદ શરૂ થયો હતો. બીજીવાર શરૂ ન કરી  શકાયેલી મેચ રદ થતાં બન્ને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો હતો. પંજાબ 11 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. જેમાં પ્રિયાંશે 35 બોલમાં 69 અને પ્રભસિમરને 49 બોલમાં 83 રન કર્યા હતા. જેની મદદથી પંજાબની ટીમે કોલકાતા સામે જીત માટે 202 રનનું લક્ષ્ય રાખ્યું હતું. પંજાબે 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 201 રન કર્યા હતા. મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગનો નિર્ણય કરવાની સાથે પંજાબના ઓપનર્સે તાબડતોડ શરૂઆત પણ કરી હતી. પ્રિયાંશ આર્યાએ 35 બોલમાં ચાર છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 59 રન કર્યા હતા. પ્રિયાંશને આંદ્રે રસેલે આઉટ કર્યો હતો. જ્યારે પ્રભસિમરને 49 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 83 રન કર્યા હતા. પ્રભસિમરનનો શિકાર વૈભવ અરોરાએ કર્યો હતો. ઓપનર્સ દ્વારા સારી શરૂઆત અપાવવામાં આવી હતી. જો કે બાદમાં પંજાબના બેટ્સમેનો તેનો લાભ ઉઠાવી શક્યા નહોતા. એક સમયે સ્કોર 225ને પણ પાર પહોંચે થેવી સ્થિતિ બની હતી. પરંતુ ગ્લેન મેક્સવેલ ફરીથી નિષ્ફળ ગયો હતો અને સાત રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ મેક્રો યાન્સન પણ 7 બોલમા ત્રણ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આ દરમિયાન શ્રેયસ અય્યરે 16 બોલમાં 25 રન કર્યા હતા. તેમ છતા સ્કોર પંજાબે કરેલી શરૂઆતની સરખામણીએ થોડો ઓછો રહ્યો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 201 રન કર્યા હતા. કોલકાતા તરફથી વૈભવ અરોડાએ ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી અને આંદ્રે રસેલને એક એક વિકેટ મળી હતી. ચેતન સાકરીયા અને હર્ષિત રાણા સૌથી વધારે ખર્ચાળ સાબિત થયા હતા. સાકરીયાએ ત્રણ ઓવરમાં 39 રન અને હર્ષિતે બે ઓવરમાં 27 રન આપ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd