ભુજ, તા. 26 : રાજસ્થાનનો રાજસમંદર જિલ્લો
અને રેલમગરા તાલુકાના જીવા ખેડા ગામનો યુવાન પ્રહલાદ (દેવીલાલ) માંગીલાલ જાટ (ઉ.વ.
25) ગુમ થતાં પરિવારજનોએ રાત-દિવસ
તેની સતત શોધ ચલાવી હતી. છતાં કયાંય પણ ન મળતાં પરિવાર નિરાશા સાથે ચિંતાતુર બન્યો
હતો. આખરે તે યુવાન રખડતો-ભટકતો કચ્છ પહોંચ્યો હતો. છેલ્લે તે ખાવડા પોલીસને મળી આવતાં
તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચતો કરવામાં આવ્યો
હતો. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ રાજસ્થાન પોલીસની મદદ લઇ તેનું ઘર પરિવાર
શોધી કાઢયું હતુ. પાંચ વર્ષ પછી પ્રહલાદનું પરિવાર સાથે મિલન થતાં ભાવુક દૃશ્યો સર્જાયાં
હતાં. પરિવારજનોનાં જણાવ્યા મુજબ પ્રહલાદના ગુમ થવાથી માતા ભારે ચિંતા અને આઘાતથી મૃત્યુ
પામી હતી. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહેદવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ
અબોટી, રફિક બાવા, હિતેશ ગોસ્વામી,
દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.