• રવિવાર, 27 એપ્રિલ, 2025

વ્યાવસાયીક બાંધકામની નોટીસ મામલે લાંબા ગાળાના ઉકેલની બુલંદ માંગ

ગાંધીધામ, તા. 26  : શહેરમાં આદિપુર ગાંધીધામમાં રહેણાકં મકાનોમાં વ્યાવસાયીક બાંધકામ મુદે એસ.આર.સી દ્વારા એક સાથે 61 મકાનોની લીઝ રદ   કરીને તેમજ અન્ય મિલ્કત ધારકોને ફટકારાયેલી નોટીસ મામલે આજે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની લેન્ડ અને રીટેઈલ ટ્રેડર્સ દ્વારા  વેપારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદે. એસ.આર.સીની કાર્યવાહી મામલે ભારોભાર આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.  શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને  સુંકલની તમામ જમીનો ફ્રી હોલ્ડ કરીને તેમજ રહેણાકં મકાનોને વ્યાવસાયીકમાં પરિવર્તિત કરવાની મંજુરી  આપવામાં આવે તેવી બુલંદ માંગ આ બેઠકમાં વ્યકત થઈ હતી. આ સાથે આ મુદે સંગઠીત થઈને વિવિધ સ્તરે રજુઆત કરવા પણ નિર્ણય લેવાયો હતો. બેઠકને સંબોધન કરતા ચેમ્બર પ્રમુખ  મહેશ પુજે જણાવ્યું હતું કે  ગાંધીધા સંકુલની રચના દેશના પુન:વસનનો એક ભવ્ય પ્રયોગ હતો. કંડલા પોર્ટ , અદાણી પોર્ટ, કાસેઝ,ના કરણે ગાંધીધામ આદિપુર   મુંબઈની જેમ અ ાગળ વધી રહ્યું છે.  ત્યારે આવા શહેર માટે વિસ્તૃત અને વ્યવારૂ દ્રષ્ટિકોણ   જરૂરી છે. એક સાથે લીઝ  રદ કરીને દાયકાઓથી ચાલતા વ્યવસાયને ખતમ કરવનાનો પ્રયાસ  અત્યંત ગંભીર અને અસ્વિકાર્ય હોવાનું તેમણે  કહ્યું હતું.  તેમણે અગાઉ પણ આ મુદે એસ.આર.સી અને  ડી.પી.એ સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  માનદ મંત્રી મહેશ તિર્થાણીએ  કહ્યુ હતું કે એક તરફ સરકાર ઈઝ ડુઈંગ  બીઝનેશને પ્ર્રોત્સાહન આપે છે  અને બીજી તરફ ચાલતા વ્યવસાય ઉપર ઓથોરીટી દ્વારા  આધાત થઈ રહ્યો છે. જબખમીન હસ્તાંતરણ વિના નગરના વિકાસ માટે  જરૂરી સીસ્ટમ ઉભી થઈ શકે નહી  તેમ કહી તાત્કાલીક   તમામ લીઝ ધારતી જમીનો  રાજય સરકાર હસ્ત્ક લઈને  આયોજન સાથે ટાગોર રોડ, રામબાગ રોડએરપોર્ટ રોડ, ભારત નગર સહીતના વિસ્તારોને કોમર્શિયલ ઝોનમાં રૂપાંતરીકત કરવામાં આવે તેવી માંગ કરીહતી. તેમણે વધુમાં કહ્યું હતું  કે જન શક્તિથી આ મુદાનો  ઉકેલ આવશે.   આ અંગેનો દાખલો આપતા તેમણે કહ્યું હતું કે અગાઉ સેકટર 8ની ટ્રાન્સ્ફર ફી  એક કરોડ થતી હતી આ મુદે ચેમ્બરે આંદોલન  છેડયું  અને પરિણામ મળ્યું  આજે 50 થી 75 હજારમાં જ પ્લાટ  ટ્રાન્સર થઈ જાય છે. પુર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે  આગામી પખવાડીયામાં એસ.આર.સી અને ડી.પી.એ  નો સમય માંગી  પ્રતિનિધિ મંડળ દ્વારા  આવેદન પત્ર આપવામા આવશે. અને જો યોગ્ય ઉકેલ નહી આવે તો વ્યાપક અવાજ ઉપાડવામાં આવશે.  લીઝ ઘરાવતા તમામ  માટે કાયદાકીય સલાહ મેળવવામાં આવશે.  અને સબળ પ્રનિતિધિ મંડળ રચી ડીપીએ , જીડીએ , અને સાંસદ, ધારાસભ્ય સમક્ષ  રજુઆત કરાશે તેવું ઉમેર્યું હતું.  બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ એવો સુર વ્યકત કર્યો હતો  કે  આ શહેરને પોતાના પશ્રિમથી  વિકસાવ્યું છે. ત્યારે ઘરના વ્યવસાયને ખાલી કરાવવાનો નિર્ણય  સરળતાથી  સ્વિકાર્ય નથી. યોગ્ય ન્યાય મળે તેવી માંગ  કરી હતી.  જી.ડી.એ દ્વારા અગાઉ  18 જેટલી મીલ્કતોને વ્યાવસાયીક ઉપયોગ  કરવાની મંજુરી આપવામાં  આવી હતી.   ત્યારે રહેણાંક પ્લોટમાં દાયકાઓથી  ચાલતા વ્યવસાય સામે કડક પગલા લેવા  અસંગત છે. તેમજ  એસ.આર.સી હસ્તકની  પોતાની 40 એકર જમીનમાં હેતુફેર કરીને વ્યાવસાયીક ઉપયોગ માટે મંજુરી આપવામાંઆવી છે  તો હાલની પરિસ્થિતિમાં   પણ વ્યાજબી  દ્રષ્ટિકોણ અપનાવવામાં  આવે તેવી માંગ કરાઈ છે. વર્ષોથી સ્થપાયેલી હોસ્પિટલોદુકાનો ,વ્યાવસાયીક કેન્દ્રો ને એક ઝાટકે ખાલી કરાવવાનો પ્રયાસ  માત્ર વ્યાપારને નહી  પણ સ્થાનિક આર્થિક  પ્રવાહને  પણ નુકશાન પહોંચાડશે  હાલ શહેરની વસ્તી પહેલા કરતા 10 ગણી વધી છે  અને હજુ પણ સતત વધતી જ રહી છવે ત્ણ્યારે શહેરના નવા ઘોરણો પ્રમાણે રાજય સરકાર દ્વારા જમીન હસ્તાંતરીત કરીને   વ્યાવાસયીક વિસ્તાર માટે આયોજન જરૂરી છે.બેઠકમાં કન્વીનર રાજુ ચંદનાની, ખજાનચી નરેન્દ્ર રમાણી, કમલેશ પરિયાણી,ઉમેશ ઠક્કર,પુર્વ પ્રમુખ પારસમલ નાહટાહરીશ માહેશ્વરીકૈલેશ ગોર, બળવંત ઠક્કર, લક્ષ્મણ આહીર, ડો. વી.આર. રૈયાણીભારત નગર વેપારી એસોસીએશનના પ્રમુખ સુનિલ પારવાણી, ઓમ નાવાણીડો. એન.એલ. જોષી, ડે ચંદ્રકાંત ઠક્કર, હેમંતભાઈ, શ્ર ભટીજા,ધર્મેશ દોશી, મહેશ આહુંજાશ્રી ચેતનાની, જ્ઞાન કાંજાણી, પ્રશાંત કેલા, રોમેશ ચતુરાનીનૈષધ ઠક્કર, ડે.દર્શક મહેતાએ પોતાના વિચાર રજુ કર્યા હતાં. આભાર વિધિ વિજય ક્રિપલાનીએ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd