• ગુરુવાર, 12 માર્ચ, 2026

રવિવારે ભુજમાં હરીન્દ્ર દવેનાં સર્જન અંગે સેમિનાર યોજાશે

ભુજ, તા. 11 : અહીંના સાંસ્કૃતિક ધરોહર સમાન મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્યના જાણીતા કવી, સાહિત્યકાર અને પત્રકાર હરીન્દ્ર દવેના સમગ્ર સાહિત્ય, પત્રકારત્વ સંદર્ભે એક સેમિનાર તા. 15/3/26ના રવિવારના યોજાશે. વિજયરાજજી પુસ્તકાલયના મ.કુ. ભૂપતસિંહજી સભાખંડમાં રવિવારે સાંજે 5 વાગ્યે યોજાનારા આ સેમિનારમાં ગુજરાતના જાણીતા લેખક, ઈતિહાસકાર, પત્રકાર, પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત વિષ્ણુભાઈ પંડયા હરીન્દ્ર દવેનું પત્રકારત્વ વિષય પર તથા જાણીતા લેખક, સંશોધક, સાહિત્યકાર અને હિંમતનગરની આર્ટસ-કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ઉત્પલ પટેલ હરીન્દ્ર દવેનું સર્જન અને જીવન વિષય પર પોતાનું વકતવ્ય આપશે. આ સમારંભનું અધ્યક્ષસ્થાન વાચક, વિચારક અને ભારતીય જનતા પાર્ટી કચ્છના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સંભાળશે તથા અતિથિવિશેષ તરીકે અગ્રણી જોરાવરસિંહ રાઠોડ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં હરીન્દ્ર દવેના ચાહકો તથા સાહિત્યરસિકોને ઉપસ્થિત રહેવા પુસ્તકાલયના અધ્યક્ષ ઉપેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકર તથા મંત્રી નરેશ અંતાણીએ અનુરોધ કર્યો છે. 

Panchang

dd