કટક તા. 9 : ચેમ્પિયન્સ
ટ્રોફીની ઠીક પહેલા ભારતીય કપ્તાન રોહિત શર્માએ ફોર્મમાં વાપસી કરી છે અને તેની 7 છગ્ગાથી આતશી સદીની મદદથી ઇંગ્લેન્ડ સામેની
બીજી વન-ડેમાં ભારતનો 4 વિકેટે શાનદાર
વિજય થયો હતો. કટક મેચની જીત સાથે ભારતે 3 મેચની વન-ડે શ્રેણી 2-0ની અપરાજિત સરસાઇથી કબજે કરી છે. ભારતે 30પ રનનો વિજય લક્ષ્યાંક 33 દડા બાકી રાખી 6 વિકેટ ગુમાવી 44.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માએ વન ડે કારકિર્દીની 32મી સદી ફટકારી હતી અને 90 દડામાં 12 સણસણતા ચોગ્ગા
અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 119 રનની આતશી ઇનિંગ્સ રમી હતી.
ઇંગ્લેન્ડ ટીમ 304 રને ઓલઆઉટ થઇ હતી. રવીન્દ્ર
જાડેજાએ 3 વિકેટ લીધી હતી. રોહિત અને શુભમન વચ્ચે પહેલી વિકેટમાં 136 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
રોહિતે તેની અર્ધસદી ફકત 30 દડામાં પૂરી
કરી હતી. ગિલ 9 ચોગ્ગા-1 છગ્ગાથી 60 રન કરી આઉટ
થયો હતો. વાપસી મેચમાં વિરાટ કોહલી પ રન જ કરી શકયો હતો. શ્રેયસ અય્યરે 44 અને અક્ષર પટેલે અણનમ 41 રન કર્યાં હતા. રાહુલ અને હાર્દિક
10-10 રને આઉટ થયા હતા. રવીન્દ્ર
11 રને નોટઆઉટ રહ્યો હતો. અગાઉ
ટોસ જીતી બેટિંગ પસંદ કરનાર ઇંગ્લેન્ડ ટીમ 300 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી હતી. 49.પ ઓવરમાં ઇંગ્લેન્ડ 304 રને ઓલઆઉટ થયું હતું. જેમાં
જો રૂટના 69 રન સર્વાધિક હતા. જ્યારે ઓપનર
બેન ડકેટે 6પ રનની આક્રમક ઇનિંગ રમી હતી. ડેથ ઓવરમાં
લિયામ લિવિંગસ્ટને ઝડપી 42 રન કર્યા
હતા. ભારત તરફથી ફરી એકવાર રવીન્દ્ર જાડેજા ઝળક્યો હતો. તેણે 3પ રનમાં 3 વિકેટ લીધી હતી. ડેબ્યૂ મેચમાં મિસ્ટ્રી
સ્પિનર વરુણ ચક્રવતીને 1 વિકેટ મળી
હતી. શમી, રાણા, હાર્દિકના ફાળે
પણ 1-1 વિકેટ રહી હતી. ઇંગ્લેન્ડની
શરૂઆત ઝડપી રહી હતી. ફિલ સોલ્ટ અને બેન ડકેટ વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 81 રનની ભાગીદારી થઇ હતી. ફિલ
સોલ્ટને વરુણે આઉટ કરી તેની પહેલી વન ડે વિકેટ લીધી હતી. સોલ્ટ 29 દડામાં 26 રને આઉટ થયો હતો જ્યારે બેન
ડકેટ પ6 દડામાં 10 ચોગ્ગાથી 6પ રને જાડેજાનો
શિકાર બન્યો હતો. બાદમાં જો રૂટ અને હેરી બ્રુક વચ્ચે ત્રીજી વિકેટમાં 66 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી.
બ્રુક 31 રને પાછો ફર્યો હતો. ઇંગ્લેન્ડનો
કપ્તાન જોસ બટલર ક્રિઝ પર સેટ થયા બાદ 34 રનની ઝડપી ઇનિંગ રમી આઉટ થયો હતો. જ્યારે રૂટે 72 દડામાં 6 ચોગ્ગાથી 69 રનની ઇનિંગ રમી હતી. આખરી ઓવર્સમાં
લિવિંગસ્ટને 32 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 41 રન કરી ઇંગ્લેન્ડને
300 સ્કોર ઉપર પહોંચાડયું હતું.
રશીદ 14 રને રનઆઉટ થયો હતો. વૂડ પણ
રન આઉટ થયો હતો અને ઇંગ્લેન્ડ ટીમ 49.પ ઓવરમાં 304 રને ઓલઆઉટ
થયું હતું. અગાઉ ટોસ જીતી બેટિંગ પસંદ કરનાર ઇંગ્લેન્ડ ટીમ 300 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી
હતી. 49.પ ઓવરમાં ઇંગ્લેન્ડ 304 રને ઓલઆઉટ થયું હતું. જેમાં
જો રૂટના 69 રન સર્વાધિક હતા. જ્યારે ઓપનર
બેન ડકેટે 6પ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. ડેથ ઓવરમાં
લિયામ લિવિંગસ્ટને ઝડપી 42 રન કર્યા
હતા. ભારત તરફથી ફરી એકવાર રવીન્દ્ર જાડેજા ઝળક્યો હતો. તેણે 3પ રનમાં 3 વિકેટ લીધી હતી. પદાર્પણ મેચમાં મિસ્ટ્રી
સ્પિનર વરુણ ચક્રવતીને 1 વિકેટ મળી
હતી. શમી, રાણા, હાર્દિકના ફાળે
પણ 1-1 વિકેટ રહી હતી. ઇંગ્લેન્ડની શરૂઆત ઝડપી રહી હતી. ફિલ સોલ્ટ અને
બેન ડકેટ વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 81 રનની ભાગીદારી થઇ હતી. ફિલ
સોલ્ટને વરુણે આઉટ કરી તેની પહેલી વન ડે વિકેટ લીધી હતી. સોલ્ટ 29 દડામાં 26 રને આઉટ થયો હતો જ્યારે બેન
ડકેટ પ6 દડામાં 10 ચોગ્ગાથી 6પ રને જાડેજાનો
શિકાર બન્યો હતો. બાદમાં જો રૂટ અને હેરી બ્રુક વચ્ચે ત્રીજી વિકેટમાં 66 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી.
બ્રુક 31 રને પાછો ફર્યો હતો. ઇંગ્લેન્ડનો
કપ્તાન જોસ બટલર ક્રિઝ પર સેટ થયા બાદ 34 રનની ઝડપી ઇનિંગ રમી આઉટ થયો હતો. જ્યારે રૂટે 72 દડામાં 6 ચોગ્ગાથી 69 રન કર્યા હતા. શુભમન ગિલે આજે
શાનદાર કેચ પકડયા હતા. આખરી ઓવર્સમાં લિવિંગસ્ટને 32 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 41 રન કરી ઇંગ્લેન્ડને 300 સ્કોર ઉપર પહોંચાડયું હતું.
રશીદ 14 રને રનઆઉટ થયો હતો. વૂડ પણ
રન આઉટ થયો હતો અને ઇંગ્લેન્ડ ટીમ 49.પ ઓવરમાં 304 રને ઓલઆઉટ
થયું હતું.