• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

પંજાબ સામે રાજસ્થાનની રોમાંચક જીત

ધર્મશાલા, તા. 19 : અહીંના મેદાન પર રમાયેલી આઈપીએલની 66મી મહત્ત્વપૂર્ણ મેચમાં રાજસ્થાને પોતાની અંતિમ લીગ મેચમાં પજાબને આખરી ઓવર સુધીની રસાકસી બાદ ચાર વિકેટે હાર આપી પ્લેઓફમાં આશા જીવંત રાખી છે, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.188નો લક્ષ્ય પાર પાડવા મેદાને ઊતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી, ઓપનર જોશ બટલર (શૂન્ય) ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ જયસ્વાલ 36 દડામાં આઠ ચોગ્ગા સાથે 50 રન અને પડ્ડીકલે 30 દડામાં પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 51 રન કરી બાજી સંભાળી  બીજી વિકેટ માટે 77 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. અંતિમ ઓવરોમાં હેટમાયર અને રિયાન પરાગે ઝડપી બેટિંગ કરી ટીમને જીતની નજીક દોરી ગયા હતા. આખરી ઓવરમાં ધ્રુવ જુરેલે છગ્ગો ફટકારી રાજસ્થાનને જીત અપાવી હતી. પંજાબ તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. અગાઉ ડેથ ઓવર્સમાં સેમ કરન અને શાહરૂખ ખાનની પાવર હિટિંગથી આઇપીએલની આજની કરો યા મરો સમાન મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે પ વિકેટે 187 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. એક તબકકે પંજાબની ટીમ 1પ0 આસપાસ અટકી જશે તેવી સ્થિતિમાં હતી, કરન-શાહરૂખની જોડીએ આખરી પ ઓવરમાં 70 રન ઉમરીને રાજસ્થાનની બોલિંગને છિન્ન-ભિન કરી નાખી હતી. આ જોડીએ આખરી બે ઓવરમાં 24 અને 18 રન એટલે કે 42 રનનો ઉમેરો કર્યો હતો. સેમ કરન 31 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાથી 49 રને અને શાહરૂખ ખાન 23 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 41 રને નોટઆઉટ રહ્યા હતા. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં માત્ર 37 દડામાં 73 રનની અતૂટ અને ઝડપી ભાગીદારી થઇ હતી. આથી પંજાબની ટીમ રાજસ્થાનને 188 રનનું વિજય લક્ષ્ય આપવામાં સફળ રહી હતી. રાજસ્થાન તરફથી વિકેટકીપર જિતેશ શર્માએ પણ 28 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 44 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી અને ચોથી વિકેટમાં કરન સાથે 44 દડામાં 64 રનની ભાગીદારી કરી હતી. પંજાબના ટોપ ઓર્ડરના બેટર્સ પ્રભસિમરન (2), કપ્તાન શિખર (17), અર્થવ તાયડે (19) અને લિવિંગસ્ટોન (9) નિષ્ફળ રહ્યા હતા. પ0 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ પંજાબની ટીમે જોરદાર વાપસી કરી હતી. રાજસ્થાન તરફથી સિઝનની પહેલી મેચ રમી રહેલા નવદીપ સૈનીએ 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang