• શનિવાર, 28 નવેમ્બર, 2026

શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માંડવી નગરપાલિકા કટિબદ્ધ

માંડવી, તા.27 : માંડવી નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-275 હેઠળ મંજૂર કરવામાં આવેલા `પબ્લિક હેલ્થ બાયલોઝ' અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું ઉલ્લંધન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.જાહેરમાં કચરો ફેંકવો, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો, તેનું વેચાણ કરવું તેમજ દુકાનો અને વ્યાવસાયિક સ્થળોએ ડસ્ટબિન ન રાખવા જેવી બાબતો સામે  નિયમોનુસાર દંડ વસૂલવામાં આવે છે તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા કચેરીએ સ્વચ્છતા માર્શલની નિમણૂક કરાઇ છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂા.19,900 દંડ વસૂલાયો છે.શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા લોકો તથા વેપારીમિત્રોને  આ અંગે નગર-પાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ મુકેશભાઇ રાબડિયા, કારોબારી ચેરમેન વિજયભાઇ ગઢવી, સેનિટેશન ચેરમેન લક્ષ્મીચંદભાઇ ફુફલ, ચીફ ઓફિસર વૈભવભાઇ વ્યાસ તેમજ તમામ સદસ્યો દ્વારા ખાસ અપીલ કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang