• શનિવાર, 28 નવેમ્બર, 2026

રાપર લોહાણા મહાજન દ્વારા યોજાયો પરિવારોત્સવ

રાપર, તા.27 : `જ્યાં રોટલાનો ટુકડો ત્યાં મારો હરિ ઢૂકડો' કહી ભૂખ્યા અને દીન દુ:ખી લોકોની આજીવન સેવા કરનાર જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ઉજવણી લોહાણા સમાજ દ્વારા ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી.આ વેળાએ પરિવારોત્સવનું આયોજન કરાયું હતું   બાપાની પરંપરાગત શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી કાઢવામાં આવી હતી.જે સંત શ્રી ત્રિકમ  સાહેબ માર્ગ, માલીચોક, વીર સાવરકર ચોક ચોક, એસટી રોડ, સલારીનાકા, ભૂતિયા કોઠા રોડ અને ગાંધી ચોક થઈ દરિયાસ્થાન મંદિર પરત આવતાં બાપાની મહાઆરતી કરવામાં આવી હતી.જલારામ ગૃપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તોને સરબતની સેવા આપવામાં આવી હતી.ત્યારબાદ જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ સાથે મોટિવેશનલ  સ્પીકર મનીષ વધાસિયા દ્વારા પરિવારોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પરિવાર અને સામાજિક જીવનના મહત્વ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહાપ્રસાદના યજમાન વિશનજીભાઈ નાનજીભાઈ મીરાણી પરિવારના બળવંતભાઈ મીરાણી અને જયસુખભાઈ મીરાણીનું લોહાણા મહાજનના હોદ્દેદારો દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું.કાર્યક્રમ દરમિયાન રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ ચંદે, લોહાણા યુવક મંડળના પ્રમુખ મહેશ ચંદે, રાપર તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ કાંતિલાલ નાથાણી.નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, ભોગીલાલ મજીઠીયા, મૂકેશ ઠક્કર, રસિકલાલ આદુઆણી, પ્રભુલાલ રાજદે, વિનોદભાઈ મજીઠીયા, હસમુખભાઈ રૈયા, પ્રફુલભાઈ ચંદે, રાહુલ કારિયા, કલ્પેશ રાજદે, વિપુલ મજીઠીયા.હિતેશ મજીઠીયા, ભાવિક ચંદે, અમિત રામાણી, વિશાલ મીરાણી, ભાવિન મીરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મહિલા મંડળનાં પ્રમુખ સરસ્વતીબેન ચંદે, નયનાબેન કારિયા, ભાવનાબેન ભીંડે અને અંજનાબેન ચંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Ram Katha

Vyapar Utsav

Panchang