ભુજ, તા.27 : કચ્છને કાયમ સતાવતા પ્રાથમિક શિક્ષકોની ઘટના
પ્રશ્ને રાજ્ય સરકાર અને પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રયત્નથી અગાઉ સ્પેશિયલ ભરતી મળી અને
તાજેતરમાં રાજ્યવ્યાપી વિદ્યાસહાયકની ભરતીમાં પ્રથમ તબક્કામાં મળેલા 592 જેટલા ઉમેદવાર પૈકી આજની સ્થળ પસંદગીમાં 582 જેટલા ઉમેદવારે સ્થળ પસંદ કર્યાં હતાં, જ્યારે બાકીનાએ સ્થળ ના પસંદ
અને ગેરહાજર રહ્યા હતા આજે માધાપરની મોડલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન
હુણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ
પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા વિકાસ
અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ એસ.પી.વિકાસ સુંડા તેમજ અન્ય
અગ્રણીઓના હસ્તે કચ્છને મળેલા 592
0pt;
line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:
Calibri">વિદ્યાસહાયકની સ્થળ પસંદગી અને હુકમ વિતરણનો હાઈટેક પદ્ધતિથી સ્થળ પસંદગીનો
કાર્યક્રમ યોજાયો હતો,
હાઈટેક ટેકનિકલ આયોજનથી ઉમેદવાર માટે 592 જેટલી વિશાળ સ્થળ પસંદગી સરળ બની એક જ દિવસમાં
ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.આ પ્રસંગે નવી નિમણૂક
પામેલા વિદ્યાસહાયકોને કચ્છને ઁ કર્મભૂમિ બનાવી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી શિક્ષણમાં
પ્રગતિ લાવવા અગ્રણીઓએ શીખ આપી હતી.આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય
પરમારે જણાવ્યું હતું કે,
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ભરતીમાં પ્રથમ તબક્કે આજની તારીખે 592 ઉમેદવારને સ્થળ પસંદગી માટે શિક્ષણતંત્રની ટીમનાં
આયોજન થકી આટલી મોટી સંખ્યાની સ્થળ પસંદગી અમો એક દિવસમાં પૂર્ણ કરી શક્યા.સામાન્ય
રીતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાના, ક્રમશ સ્થળ પસંદગી કરાવવી અને હુકમ
વિતરણ જે એક દિવસમાં 250થી
300 જેટલા ઉમેદવારની પ્રક્રિયા સરળતાથી કરી શકાય, પરંતુ ટીમના સુચારુ આયોજનને
લીધે વિશાળ કામગીરી એક જ દિવસમાં પૂર્ણ કરી શક્યા.આ પ્રક્રિયામાં જિલ્લા બહારના ઉમેદવારો
તથા મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી તેઓ માટે તેમનાં માર્ગદર્શન માટે અને આરામ
માટે અલગ વધારાની રૂમોની વ્યવસ્થા કરવામાં આવી હતી.જ્યાં અમારી ટીમ દ્વારા કયા ગામ
કેટલા અંતરે આવેલું છે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ કામગીરીમાં શિક્ષણ
સમિતિના સદસ્યો રાણાભાઈ ડાંગર, રશ્મિકાંત ઠક્કર તથા શિક્ષણાધિકારી
કચેરી વર્ગ-2ના
શિક્ષણ નિરીક્ષકો પૃથ્વીરાજાસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, નાયબ જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા, કચેરીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ,
કેળવણી નિરીક્ષકો, સંગઠનના હોદ્દેદારો વગેરે હાજર
રહ્યા હતા. - સ્થાનિકના
200 ઉમેદવાર : આજની વિદ્યાસહાયકની ભરતીમાં 582 પૈકી 200 જેટલા ઉમેદવાર એટલે કે 33 ટકા
સ્થાનિક હોવાથી કચ્છને ફાયદો થશે.- જોડિયા બહેનો બની વિદ્યાસહાયક : બીજીતરફ આજના હુકમ વિતરણ કાર્યક્રમમાં અબડાસા તાલુકાનાં નારાણપર ગામના જાડેજા
રાજવીબા દિગ્વિજયાસિંહ અને જાડેજા રાજલબા દિગ્વિજયાસિંહ બન્ને બહેન જેઓ જુડવા છે, તેમની આજે વિદ્યાસહાયકમાં નિમણૂક
થઈ હતી.સાથે જ આ જ પરિવારની આ જ ગામની દીકરી ડો.જાડેજા મિતાલીબા નરેન્દ્રાસિંહે ખઇઇજની
પદવી મેળવી છે.આ નાનકડાં ગામમાંથી ડોક્ટરની પદવી મેળવી તેમણે પરિવાર, સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે.