• શનિવાર, 28 નવેમ્બર, 2026

લખપત લિગ્નાઈટ ખાણ વેળાસર કાર્યરત થશે

દયાપર (તા.લખપત), તા.27 : ગુજરાત ખનિજ વિકાસ નિગમ લી.ના વહીવટી નિયામક અજય ભાદુએ ઉમરસર, માતાના મઢ, પાન્ધ્રો, લખપત, અકરી મોટી મર્થલ પાવર સ્ટેશસન વિગેરે પ્રોજેક્ટની મુલાકાત લઈ કામોની સમીક્ષા કરી હતી.લખપત લિગ્નાઈટ ખાણમાં જલ્દી લિગ્નાઈટ ઉત્પાદન કાર્યનો પ્રારંભ થાય તે અંગે પર તાકિદ કરી હતી.સ્થાનિક ગ્રામજનોના પ્રશ્નો અંગે પણ હકારાત્મક અભિયમ દાખવી નીતિ વિષયક નિર્ણયો લેવાની ખાત્રી આપી હતી.વહીવટી નિયામક સાથે વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા અર્થે આવેલા વડી કચેરી (અમદાવાદ) ખાતેના ચીફ જનરલ મેનેજર એ.કે.માંકડિયા, જનરલ મેનેજર શૈલેષભાઈ ડવએ કચ્છમિત્રને માહિતી આપતા જણાવ્યું હતું કે માતાના મઢ, ઉમરસર, લખપત, અકરી મોટી તેમજ પાન્ધ્રો પ્રોજેક્ટમાં બેઠક યોજી કામોની સમીક્ષા કરી હતી. ત્રણ દિવસીય વહીવટી નિયામકના પ્રવાસ દરમ્યાન દરેક જગ્યાએ અધિકારીઓ સાથે બેઠક યોજી ખાણમાં લિગ્નાઈટ ઉત્પાદન, સુરક્ષા અંતર્ગત સાધનો, જાણકારી સુરક્ષાની એસઓપી વિગેરે અંતર્ગત માહિતી મેળવી અને પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓને વિવિધ સુચનો કરી સુરક્ષા સાથે ઉત્પાદનનો વધારો થાય તેવી નેમ વ્યક્ત કરી  હતી.વહીવટી નિયામક પદે ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ વખત લિગ્નાઈટ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા હોવાથી વિવિધ સંગઠનો અને સંસ્થાઓના પદાધિકારીઓએ સન્માન કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang