• શનિવાર, 28 નવેમ્બર, 2026

મગર દ્વારા હમીરસર તળાવમાં જળચરો સહિતના જીવોના શિકારથી અરેરાટી

ભુજ, તા.27 : શહેરના હમીરસર તળાવમાં મગર હવે ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી મગર દ્વારા અન્ય જળચરો સહિતના જીવોનું મારણ કરાતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી ફેલાવા સાથે મગરને સત્વરે પકડી અન્ય જળાશયમાં મૂકવામાં આવે તેવી માંગ ઊઠી છે.ભુજના હમીરસર તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી મગરની હાજરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.જંગલ ખાતા દ્વારા મગરને પકડવા અનેક દિવસોથી પાંજરું મુકાયું છે,  પણ હજુ સુધી તે પકડમાં આવતો નથી.આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં મગર દ્વારા જળચરો સાથે શ્વાન અને કાચબાનું મારણ કરાયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, તો આજે મગર દ્વારા જળચરોનો શિકાર કરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, તળાવમાં બાળકો તેમજ મોટેરાઓ નાહવા જતા હોય છે ત્યારે તેઓ મગરના હુમલાનો ભોગ ન બને તે માટે જવાબદાર તંત્ર સત્વરે મગરને પકડી સુરક્ષિત વિશાળ જળાશયમાં મૂકવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang